બહરાઈચમાં રામગોપાલની હત્યા પહેલાં ઇસ્લામી ટોળાંએ આચરી હતી અમાનુષી બર્બરતા, પત્નીએ કહ્યું- જાનવરોની જેમ લીધો જીવ
સૌજન્ય ઑપ ઈન્ડિયા, ગુજરાતી
- Advertisement -
ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દુર્ગા પૂજા વિસર્જન યાત્રા દરમિયાન ઇસ્લામી ટોળાંએ આચરેલી ક્રૂરતા હવે છડેચોક સામે આવી રહી છે. હિંસા દરમિયાન મુસ્લિમ ટોળાંએ રામગોપાલ મિશ્રાની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. અબ્દુલ હમીદના ઘરમાં એકઠા થયેલા કટ્ટરપંથીઓના ટોળાંએ રામગોપાલને ઘરમાં ખેંચી લઈને તેમની હત્યા કરી હતી. હવે આ જ ઘટનાને લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં કહેવાયું છે કે, રામગોપાલની હત્યા પહેલાં તેમના પર અમાનુષી અત્યાચાર આચરવામાં આવ્યો હતો. તેમના નખ ખેંચી નાખવામાં આવ્યા હતા, ગળાથી લઈને છાતી સુધીમાં 35થી વધુ ગોળીઓ મળી આવી છે.
બહરાઈચમાં હિંસાને લઈને પોલીસની વિવિધ ટીમો તપાસ કરી રહી છે, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, રામગોપાલની હત્યા માત્ર ગોળીઓ ધરબી દેવા સુધી સીમિત નહોતી. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, રામગોપાલની હત્યા પહેલાં તેમના પર ઇસ્લામી ટોળાંએ અમાનુષી બર્બરતા આચરી હતી. જાણવા મળી રહ્યું છે કે, હત્યા પહેલાં તેમના પગના નખ ખેંચી નાખવામાં આવ્યા હતા, ગળાથી લઈને છાતી સુધીમાં 35થી વધુ ગોળીઓ ધરબી દેવામાં આવી હતી, જે હવે મળી આવી છે.
આ ઘટના અબ્દુલ હમીદના ઘરમાં રામગોપાલ મિશ્રા પર આચરવામાં આવેલી ક્રૂરતાને ઉજાગર કરે છે. હમીદના ઘરમાં એકઠું થયેલું ઇસ્લામી ટોળું એટલી હદે ક્રૂર અને બર્બર હતું કે, જીવતા માણસના નખ પણ ખેંચી નાખવા તૈયાર થઈ ગયું હતું. આ ઘટનાને લઈને મૃતક રામગોપાલના પત્નીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે પણ નખ ખેંચવાથી લઈને અનેક યાતનાઓ આપી હોવાનું કહ્યું હતું અને હવે તે જ ખુલાસા સામે પણ આવી રહ્યા છે.
- Advertisement -
રામગોપાલના પત્નીએ મીડિયાને કહ્યું હતું કે, મને હુમલા વિશેની જાણ થઈ તો હું હોસ્પિટલ પહોંચી ગઈ હતી. પગના નખોને પ્લાસથી ખેંચી નાખવામાં આવ્યા હતા. શરીર પર ગોળીઓઓના નિશાન હતા. ખૂબ જ બર્બરતાથી હત્યા કરવામાં આવી હતી, જાનવરોની જેમ. આ ઉપરાંત તેમણે યોગી સરકાર પાસે ન્યાયની અપેક્ષા કરી હતી અને કહ્યું હતું કે, હવે બસ તેમને અને તેમના પરિવારને ન્યાય જોઈએ છે.
શું હતી ઘટના?
ઉલ્લેખનીય છે કે, ઘટના બહરાઈચ જિલ્લાના મહારાજગંજના હરદી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. અહીં રવિવારે (13 ઑક્ટોબર) સાંજે દુર્ગા પૂજા વિસર્જન યાત્રા નીકળી રહી હતી, દરમિયાન યાત્રા મુસ્લિમ બાહુલ્ય વિસ્તારમાંથી પણ પસાર થઈ હતી. જાણકારી અનુસાર, યાત્રા જેવી અબ્દુલ હમીદના ઘર પાસેથી નીકળી કે તરત જ ત્યાં રહેલા મુસ્લિમ ટોળાંએ મૂર્તિઓ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. માત્ર પથ્થરમારો જ નહીં, કટ્ટરપંથી મુસ્લિમોએ હિંદુઓ પર ગોળીબાર પણ કર્યો હતો. આ ફાયરિંગમાં રામગોપાલ નામના એક સ્થાનિક હિંદુનું મૃત્યુ પણ થયું છે અને અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ પણ થયો છે. પ્રત્યક્ષદર્શીએ આ ઘટનાને લઈને જણાવ્યું છે કે, મસ્જિદમાંથી એલાન થયા બાદ કટ્ટરપંથી ઇસ્લામી ટોળાં એકઠા થઈ ગયા હતા અને વિસર્જન યાત્રા પર હુમલો કરી દીધો હતો. જોકે, પછીથી ખુલાસો થયો હતો કે, રામગોપાલની હત્યા માત્ર ફાયરિંગમાં નહોતી કરાઈ. પરંતુ, ઇસ્લામી ટોળાંએ તેમને અબ્દુલ હમીદના ઘરમાં ખેંચી લઈને અમાનુષી અત્યાચાર આચર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, ટોળાંએ 20 રાઉન્ડ ફાયરિંગ કરીને રામગોપાલનો જીવ લીધો હતો. તે પહેલાં તેમના નખ પણ ખેંચી લેવામાં આવ્યા હતા. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી હોવાનું સામે આવ્યું છે.