-રાષ્ટ્રપતિની મંજુરી મળે તો ભારતીયોને રાહત
અમેરિકામાં ગ્રીનકાર્ડ એપ્લાય કરનારાઓને આવેદન પ્રક્રિયાનાં પ્રારંભીક તબકકામાં જ એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન કાર્ડ અને બીજા ટ્રાવેલ ડોકયુમેન્ટસ ઈસ્યુ કરવામાં આવી શકે છે.
- Advertisement -
વ્હાઈટ હાઉસનાં એક કમિશને આ પ્રસ્તાવ રાખ્યો છે.રાષ્ટ્રપતિ પાસેથી તેની મંજુરી મળી તો યુએસમાં વસવાની ઈચ્છા રાખનારા ભારતીયોને રાહત થશે. પ્રસ્તાવ મુજબ ગૃહ સુરક્ષા વિભાગની યુએસ સીટીઝનશીપ અને ઈમિગ્રેશન સર્વીસીઝે એવા લોકોને એમ્પ્લોયમેન્ટ કાર્ડ અને યાત્રા દસ્તાવેજ આપવા જોઈટને તેમણે ઈબી-1, ઈબી-2, ઈબી-3, કેટેગરીમાં આઈ-140 રોજગાર આધારીત વીઝા આવેદનોને મંજુરી આપી દીધી છે અને પાંચ કે તેથી વધુ વર્ષથી વીઝા બેકલોગમાં રાહ જોઈ રહ્યા છે.