જૂનાગઢ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા કુલ 56 પોલીસ કર્મચારીને પ્રમોશન મળતા પોલીસ અધિક્ષક હર્ષદ મેહતાની અધ્યક્ષતામાં પાઇપીંગ સેરેમનીનું આયોજન કરવામાં આવેલ જેમાં નાયબ પોલીસ અધીક્ષક બી.સી.ઠક્કર, નાયબ પોલીસ અધીક્ષક એ.એસ.પટ્ટણી, નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા, નાયબ પોલીસ અધીક્ષક ડી.વી.કોડીયતાર સહિતના અધિકારીઓ દ્વારા પ્રમોશન મેળવેલ પોલીસ કર્મચારીને અભિનંદન આપવામાં આવેલ. આ પ્રમોશન મેળવનાર પોલીસ કર્મીમાં અનાર્મ હેડ કોન્સ. થી એએસઆઇમાં બઢતી -19, આર્મ હેડ કોન્સ.થી એએસઆઇમાં – 9, આર્મ હેડ કોન્સ.થી એ.એસ.આઇ (એમ. ટી.)માં – 2, અના. પોલીસ કોન્સ.થી હેડ કોન્સ.માં – 19, આર્મ પોલીસ કોન્સ.થી હેડ કોન્સ.માં – 4, આર્મ પોલીસ કોન્સ.થી હેડ કોન્સ.માં (એમ.ટી.) – 2 અને આર્મ પોલીસ કોન્સ.થી હેડ કોન્સ્ટેબલમાં (આર્મરર) બઢતી – 1 ને મળતા પોલીસ હેડક્વાર્ટર ખાતે એસપીની અધ્યક્ષતામાં પાઇપીંગ સેરેમની યોજાય હતી અને તમામ બઢતી પામેલ પોલીસ કર્મચારીઓને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવેલ હતા.
જૂનાગઢ જિલ્લાના 56 પોલીસ કર્મચારીને પ્રમોશન: SP હર્ષદ મહેતા દ્વારા પાઇપિંગ સેરેમની યોજાઇ
Follow US
Find US on Social Medias