દિલ્હીની અશોકા હોટેલમાં 20-21 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘના સહયોગથી સંસ્કૃતિ મંત્રાલય દ્વારા બે દિવસીય સમિટનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વૈશ્વિક બૌદ્ધ સમિટનું ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ એક નિવેદનમાં આ જાણકારી આપી. રાજધાની દિલ્હીની અશોકા હોટેલમાં 20-21 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘના સહયોગથી સંસ્કૃતિ મંત્રાલય દ્વારા બે દિવસીય સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
વડાપ્રધાન કાર્યાલય અનુસાર વડાપ્રધાન સવારે 10 વાગ્યે કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યા બાદ તેને સંબોધિત કરશે. આ સમિટમાં બૌદ્ધ દર્શન અને વિચારની મદદથી સમકાલીન પડકારોનો સામનો કેવી રીતે કરવો તેની ચર્ચા કરવામાં આવશે. આ વૈશ્વિક સમિટ બૌદ્ધ ધર્મમાં ભારતની પ્રાસંગિકતા અને મહત્વને રેખાંકિત કરશે, કારણ કે બૌદ્ધ ધર્મનો જન્મ ભારતમાં થયો હતો.
At 10 AM tomorrow, 20th April, will address the Global Buddhist Summit in Delhi. This Summit brings together various people who have worked to further popularise the ideals of Lord Buddha. https://t.co/i0SEETRiSr https://t.co/E8QIFFEMEV
— Narendra Modi (@narendramodi) April 19, 2023
- Advertisement -
30 દેશોના 171 પ્રતિનિધિઓ સામેલ થશે
આ બે દિવસીય વૈશ્વિક બૌદ્ધ સમિટની થીમ “સમકાલીન પડકારોનો પ્રતિસાદ: દર્શનથી અભ્યાસ સુધી” છે. આ સમિટમાં લગભગ 30 દેશોના 171 પ્રતિનિધિઓ અને ભારતીય બૌદ્ધ સંગઠનોના 150 પ્રતિનિધિઓ ભાગ લેશે. વિશ્વભરના જાણીતા વિદ્વાનો, સંઘ નેતાઓ અને ધર્મના અનુયાયીઓ પણ તેમાં ભાગ લેશે.
આ પરિષદમાં હાજરી આપનાર પ્રતિનિધિઓ આજના મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે અને સાર્વત્રિક મૂલ્યોના આધારે બુદ્ધના ધમ્મમાં ઉકેલો શોધશે. બુદ્ધ ધમ્મા અને શાંતિ, બુદ્ધ ધમ્મ: પર્યાવરણીય કટોકટી, આરોગ્ય અને ટકાઉપણું, નાલંદા બૌદ્ધ પરંપરાનું સંરક્ષણ અને બુદ્ધ ધમ્મ યાત્રાધામ, જીવંત વારસો અને બુદ્ધ અવશેષો, અને દક્ષિણ, દક્ષિણ-પૂર્વ અને પૂર્વ એશિયાના દેશો સાથે ભારતની સદીઓનો મજબૂત પાયો જૂના સાંસ્કૃતિક સંબંધો વગેરેની ચર્ચા થશે.