ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
કોડીનાર તાલુકાના નાનાવાડા ગામ ખાતે 82.50 લાખની સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું હતું. જેમાં સરકારી સર્વે નં.87/પૈ.1 ની હે. 4-20-88 ચો.મી. વાળી જમીન પરના ગેરકાયદેસરના બાંધકામ હટાવવામાં આવ્યા હતા. કોડીનાર તાલુકાના મોજે.નાનાવાડાના રે. સર્વે નં .87/પૈકી 1ની હે. 4-20-88 ચો.મી. વાળી જમીન પર પતરાવાળા શેડ,વે બ્રિજ (વજનકાંટો), બાથરૂમ વગેરે પ્રકારના ગેરકાયદેસર પાકા બાંધકામોને મામલતદાર,કોડીનારની ટીમ દ્વારા દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ જમીનની હાલ બજાર કિંમત આશરે રૂ.82.50 લાખની થવા જઈ રહી છે.
કોડિનારના નાનાવાડા ગામ ખાતે 82.50 લાખની સરકારી જમીન પરનું દબાણ દૂર
