ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ રાજ્યના શ્રમજીવીઓની સમસીયાઓ અને માંગણીઓ સંદર્ભે ગુજરાત હિન્દ મજદુર સંઘના પ્રદેશના હોદેદારોની આગેવાનીમાં કર્મચારીઓ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જેમાં શ્રમજીવીઓ અને કર્મચારીઓને સ્પર્શતા 17 જેટલા મુદાઓ રજુ કરેલ જે અંગે રાજ્ય સરકાર ત્વરીત નિર્ણય કરે તેવી મંગણી કરી છે. ગુજરાત હિન્દ મજદુર સંઘના ઉપપ્રમુખ વિરાભાઈ ગળચરની આગેવાનીમાં શ્રમજીવી કર્મીઓએ બાઈક રેલી કાઢી પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં પ્રાંત અધિકારીને શ્રમજીવી કર્મીઓને સ્પર્શતા 17 જેટલા મુદાઓનું એક આવેદનપત્ર આપીને રાજ્ય સરકાર ત્વરિત નિર્ણય કરે તેવી માંગ કરાઇ હતી.