Playboy અને રેડિયો હોસ્ટે મિયા ખલીફાને તગેડી મૂકી, આતંકીઓને કહ્યા હતા ‘સ્વતંત્રતા સેનાની’
‘Playboy’ મેગેઝિને સોમવારે (9 ઓકટોબર, 2023) લેબનીઝ પોર્ન સ્ટાર મિયા ખલીફાને મેગેઝિનમાંથી હાંકી છે. ‘પ્લેબોય’ ક્રિએટર કોમ્યુનિટીને એક મેઈલમાં કંપનીએ કહ્યું હતું કે તેણે ઇઝરાયેલ પર હમાસના હુમલા વિશે કરેલી ‘ધિક્કારપાત્ર અને નીંદનીય’ ટિપ્પણીઓના લીધે તેની સાથેના તમામ કરાર સમાપ્ત કરવામાં આવ્યા છે અને ‘ઙહફુબજ્ઞુ’ મેગેઝિનમાંથી હાંકી કાઢવામાં આવી છે. આ લેટરમાં ‘પ્લેબોયે’ કહ્યું કે, અમે તમને આજે મિયા ખલીફા સાથેના ‘પ્લેબોય’ના સંબંધોને સમાપ્ત કરવાના અમારા નિર્ણયની જાણ કરવા માટે લખી રહ્યા છીએ, જેમાં અમારા ક્રિએટર પ્લેટફોર્મ પર મિયાની ‘પ્લેબોય’ ચેનલને બંધ કરવાનો પણ સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં મિયાએ ઇઝરાયેલ પર હમાસના હુમલાઓ અને નિર્દોષ લોકો અને બાળકોની હત્યાનો જશ્ર્ન મનાવતાં ધૃણાસ્પદ અને નિંદનીય ટિપ્પણીઓ કરી છે. ‘પ્લેબોયે’ આ વાત પર જોર આપતા લખ્યું કે, અમે સ્વતંત્ર અભિવ્યક્તિ અને રચનાત્મક રાજકીય ચર્ચાને પ્રોત્સાહિત કરીએ છીએ પણ હેટ સ્પીચ માટે અમારી ઝીરો ટોલરન્સની નીતિ છે. અમે આશા રાખીએ છીએ કે મિયા તેના શબ્દો અને કામોના પરિણામો સમજશે.
- Advertisement -
રેડિયો હોસ્ટ ટોડ શાપિરોએ પણ મિયાને હાંકી કાઢી
મિયા ખલીફાને માત્ર ‘ઙહફુબજ્ઞુ’ મેગેઝિનમાંથી જ હાંકી કાઢવામાં નથી આવી પણ આ પહેલાં કેનેડિયન બ્રોડકાસ્ટ અને રેડિયો હોસ્ટ ટોડ શાપિરોએ પણ તેને નોકરીમાંથી કાઢી મૂકી હતી. તેમણે ડ હેન્ડલ પરથી ટ્વિટ કર્યું હતું કે, આ ખૂબ જ ભયાનક ટ્વિટ છે મિયા ખલીફા. તમને તાત્કાલિક પ્રભાવથી કાઢી નાખવામાં આવ્યાં એવું સમજો. એકદમ ધૃણાસ્પદ, નફરતથી પરે. એ તથ્ય છે કે તમે મોત, બળાત્કાર, મારપીટ અને બંધક બનાવવાની ઘટનાઓને અવગણી રહ્યાં છો, જે ખરેખર ઘૃણાસ્પદ છે. તેમણે કહ્યું કે, માણસો તરીકે આપણે એકસાથે આવવાની જરૂર છે, ખાસ કરીને દુર્ઘટના સમયે. હું તમારા માટે પ્રાર્થના કરું છું. જોકે, તે સ્પષ્ટ લાગે છે કે તમારા માટે ઘણું મોડું થઈ ગયું છે. શાપિરોએ તેમની પોસ્ટમાં મિયાની ટ્વિટનો ઉલ્લેખ કર્યો છે. તેમ મિયાએ હમાસના આતંકીઓને ‘પેલેસ્ટાઇનમાં સ્વતંત્રતા સેનાની’ તરીકે ઓળખાવ્યા છે. નોકરીમાંથી કાઢી મૂકાયા પછી કોઈનું નામ લીધા વિના મિયાએ શાપિરોના જવાબમાં ટ્વિટ કર્યું, હું કહીશ કે પેલેસ્ટાઇનને સમર્થન આપીને મેં કમાણી કરવાની ઘણી તકો ગુમાવી છે. જોકે, હું મારી જાત પર વધુ ગુસ્સે છું કારણ કે મેં ક્યારેય ધ્યાન ન આપ્યું કે હું યહૂદીઓ સાથે કામ કરી રહી છું.