પોરબંદરમાં જાતિય ગુનો આચરનારા શખ્સ સામે પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામ્યું
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.3
પોરબંદરના મેમણવાડા ઓડેદરા ફ્લોર મીલ વિસ્તારમાં રહેતા ચેતન ગજેન્દ્રભાઈ ઉર્ફે ગગુ પરમાર (ઉ.વર્ષ 24) નામના શખ્સ સામે રિયા ગોસ્વામી નામની યુવતીએ બે મહિના પહેલાં કમલાબાગ પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આઈ.પી.સી કલમ 354 (ડી)1, 323, 506 (2) તેમજ આઈ.પી.સી ક.435 મુજબના ગુન્હામાં સંડોવાયેલો ચેતન પરમાર પોલીસ ફરિયાદ નોંધાયા બાદ વિદેશ ફરાર થઈ ગયો હતો. જેને પોરબંદર પેરોલ ફર્લોસ્કવોડે 5 દિવસ પહેલા પકડી પાડ્યો હતો અને તેની સામે મહિલાનો પીછો કરવો, મારામારી કરવી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ફરિયાદની ગંભીરતાને લઈ પોલીસે તેની સામે કડક પગલાં લીધા હતા.
- Advertisement -
પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જાત્તીય ગુન્હાઓ આચરનાર ઈસમો વિરૂધ્ધ પાસા હેઠળ અટકાયતી પગલા લેવા સૂચના આપવામાં આવતા કમલાબાગ પોલીસ મથકના પી. આઈ વી.પી.પરમારે ચેતન ગજેન્દ્રભાઈ ઉર્ફે ગગુપરમાર સામે પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલી હતી,ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ કે.ડી.લાખાણી દ્વારા આરોપી ચેતનને પાસા હેઠળ વડોદરા જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરંટ ઇસ્યુ કરતા એલ.સી.બીપી.આઈ કાંબરિયાએઆરોપીને પાસા વોરંટની બજવણી કરી વડોદરા જેલ ખાતે મોકલી આપેલ હતો. જે સમગ્ર કામગીરી કમલાબાગ પોલીસ મથકના પી.આઈવી.પી.પરમાર, એલ.સી.બી પી.આઈ આર.કે.કાંબરિયા, એ.એસ.આઈ બટુકભાઈ વિંઝુડા,પો.કોન્સ. વીરેન્દ્રસિંહ પરમાર, અજયભાઈ ચૌહાણ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.