ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદરમાં ઇનર વહીલ ક્લબ દ્વારા વ્યસન મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એકતા અને સંકલ્પના આ અદભુત પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. વ્યસન મુક્તિ વોકેથોનનું આયોજન થતાં 500થી વધુ વિદ્યાર્થીઓ અને સંસ્થાના પ્રતિનિધિઓ સહભાગી બન્યા હતા. રોટરી ક્લબ ઓફ પોરબંદર, લાયન્સ ક્લબ ઓફ પોરબંદર, રેડ ક્રોસ સોસાયટી અને ગોઢાણીયા એમએસડબલ્યુ વિભાગના વિદ્યાર્થીઓ સહિત અન્ય સંસ્થાના હોદ્દેદારો પણ સહભાગી બન્યા હતા. ઇનર વહિલના પ્રેસિડેન્ટ સીમા સંઘવી, વાઇસ પ્રેસિડેન્ટ ગરિમા જૈનના નેતૃત્વ હેઠળ આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વ્યસનના જોખમો વિશે જાગૃતિ લઈ આવવા આ અદભુત પ્રયાસ કરાયો હતો. અને તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ એનાયત કરવામાં આવી હતી.