જવાહર રોડ સ્થતિ વર્ષો જૂની ગરબી બંધ થતા આવેદન આપાયું
ગરબી આયોજકોએ ધર્મ પરિવર્તનની મંજૂરી માંગી
- Advertisement -
મુખ્ય સ્વામિનારાયણ મંદિર ગેટ પાસે વર્ષોથી યોજાતી પ્રાચીન ગરબી બંધ રહેશે ?
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેર એક પ્રાચીન નગર તરીકેની ઓળખ ધરાવે છે ત્યારે વર્ષોની પરંપરા મુજબ અનેક પ્રાચીન ગરબી 100 વર્ષ થી કરવામાં આવેછે ત્યારે શહેરમાં આવેલ જવાહર રોડ ખાતે આવેલ મુખ્ય સ્વામી નાયારણ મંદિર ગેટ પાસે વર્ષોથી પ્રાચીન ગરબીનું આયોજન થાય છે જે આ વર્ષે આયોજન થઇ શકે તેમ નથી ત્યારે સ્વામી નારાયણ મંદિર પરિસરનું બાંધકામ ચાલી રહ્યું છે અને મંદિરના ગેટ સામે આવેલ ગરબી ચોકમાં પતરાની આડસ હોવાને લીધે પ્રાચીન ગરબી થઇ શકે તેમ નથી જેના લીધે સ્થાનિકો માં રોશ સાથે કાલકેટરને આવેદન પત્ર આપવામાં આવ્યું.
મુખ્ય સ્વામી નારાયણ મંદિર દ્વારા આડસ નહિ હાટાવતા સ્થાનિક લોકોએ કાલકેટરને આવેદન પત્ર આપીને એવી માંગ કરી છે કે, છેલ્લા 100 વર્ષ કરતા પણ વધારે સમય થયા અમારૂ ગરબી મંડળ, માતૃરક્ષા ગરબી મંડળના નામાથી કાર્યરત છે અને ઉપરોકત ગરબી ચોક ખાતે દર વર્ષે નવલા નોરતા મા માતાજીની આરાધના સ્વરૂપે દીકરીઓની ગરબીનું આયોજન કરીએ છીએ. અમારી પાસેના કાગળના પુરાવા મુજબ તે જગ્યા સરકારી છે અને હાલ બે વર્ષથી સ્વામીનારાયણ મંદિર દ્વારા જે જગ્યા ઉપર અનઅધિકૃત રીતે બાંધકામ ચાલી રહ્યુ છે અને પતરાની આડશ મૂકી રોડ સુધી બધુ બ્લોક કરી દીધેલુ છે. દુ:ખ સાથે જણાવવુ પડે છે કે, આજુ બાજુના વિસ્તારમાં રહેતા દોઢસો જેટલા પરિવાો જે મજુર અને સામાન્ય પરિવારના છે અને જેમની દીકરીઓ આ ગરબીમાં ભાગ લેતી હોય છે. આ સિવાય તેના પાસે કોઇ પણ વિકલ્પ નથી હોતો. અનેક વખત આપની કચેરીઓમાં કોર્પોરેશનમાં રજૂઆતો થયેલ હોવા છતા (સરકારી જમી ઉપર કબ્જો કરવો લેન્ડ ગેબીંગ હેડળ ગુન્હો બને છે) કોઇ પગલા લેાવમાં આવેલ નથી. જાણવા મળતી વિગત મુજબ સામેવાળાઓ સાધન સંપન્ન છે અને અમારા માટે પણ આ અમારો સનાતન અને હિન્દુ સમાજના હિતનો પ્રશ્ર્ન છે અને આટલા વર્ષો થયા ગરબી થતી હોય તે જ જગ્યા પર હોલીકાદહન પણ થાય છે અને આ સિવાય લીગલ પુરાવા પણ છ. ચૂંટણીના સમયે હિન્દુ હિતની વાત કરતી સરકાર આ સાથે ન્યાય આપી શકવા જો અસક્ષમ હોય તો પછી અમારા માટે બીજો કોઇ રસ્તો જ નથી અને અમારી ધાર્મિક ભાવનાની જો સાચા હોવા છતાં રક્ષા ન થઇ શકતી હોય તો અમને આ બાબતે દુ:ખ સાથે વર્ણવુ પડે છે કે નાછુટકે ધર્મપરિવર્તન કરવુ જરૂરી બનેલ હોય. અમોને સહ પરિવાર ધર્મપરિવર્તનની મંજૂરી આપવા વિનંતી.
- Advertisement -
ગરબી માટે વૈકલ્પિક જગ્યા સાથે સહયોગ આપવાની તૈયારી
જૂનાગઢ જવાહર રોડ સ્થિત આવેલ મુખ્ય સ્વામિનારાયણ મંદિરના પીપી સ્વામીએ જણાવ્યુ હતુ કે, ગરબી માટે અમારી ના નથી પણ અમારૂ ઉતારાનું વિશાળ કંપાઉન્ડ આપવા તૈયાર છીએ તેની સાથે લાઇટ તેમજ આર્થિક સહયોગ પણ આપવા માટે તૈયાર છીએ. ત્યારે અમુક લોકો ખોટી જીદ પકડીને મંદિરના ગેઇટ પાસે ગરબી કરવી છે. હાલ મંદિર પરિસર તેમજ ગેઇટનું કામ ચાલી રહ્યુ છે અને હાઇકોર્ટમાં કેસ પણ પેન્ડીંગ છે તેમ સ્વામી મંદિરના પીપી સ્વામીએ જણાવ્યુ હતુ.