પૂર્વ મંત્રીના લેટર બૉમ્બથી ભાજપમાં ભડકો: નેતાઓની નિવેદનબાજી
જૂનાગઢ ભાજપ પ્રમુખ કિરીટ પટેલ હોદ્દા મુદ્દે ભાજપ- કોંગ્રેસના એકબીજા પર આક્ષેપ: કિરીટ પટેલનું ભેદી મૌન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જાહેર પત્ર લખીને જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલના ત્રણ હોદા તેમજ ભાજપ કાર્યાલય ગેરકાયદે તેમજ વોકળા પર દબાણ સહીતના મુદ્દે ખુલ્લો પત્ર લખતા રાજકીય વંટોળ શરુ થયો છે.ત્યારે ભાજપ પક્ષના સિનિયર આગેવાનો પણ કિરીટ પટેલ સામે આંગળી ચીંધી રહ્યા છે અને પક્ષના પાયાના કાર્યકરો આજે હાંસિયામાં ધકેલાય ગયાના આક્ષેપ થઇ રહ્યા છે બીજી તરફ ભાજપના અન્ય નેતાઓ બચાવ પક્ષે પણ મેદાને ઉતર્યા છે એવા સમયે ભાજપમાં ભડકો થતા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ભરત અમીપરાએ પણ બળતામાં ઘી હોમી ભાજપની નીતિરીતિ સામે ગંભીર આક્ષેપો કરી ભાજપને અને કિરીટ પટેલને આડે લીધા હોવાનો વિડિઓ મીડિયા સમક્ષ મુક્યો છે.
વિસાવદર બેઠકના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી કાણું ભાઈ ભાલાળાએ પણ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલના પક્ષના હોદા મુદ્દે ખુલીને સામે આવ્યા છે તેને જણાવ્યું હતું કે, મેં પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલ અને ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીને દોઢ બે વર્ષ પહેલા ફરિયાદ કરી હતી કે, એક વ્યક્તિને એક હોદો એ ભારતિય જનતા પાર્ટીનું બંધારણ છે અને આખા ગુજરાતમાં આ લાગુ પડે છે, તો જૂનાગઢ જિલ્લો એમાંથી શા માટે તેમાંથી બાકાત છે ? શા માટે જુનાગઢમાં આ બંધારણ લાગુ નથી પડતુ ? કિરીટ પટેલને એક કરતા વધુ હોદા શા માટે અપાય છે અને રિપીટ પર કરાય છે ? એવી તે કઇ મજબૂરી છે ? જો કોઇ મજબૂરી હોય તો અમને જણાવો. બંનેએ વાતો સાંભળી પણ કંઇ કર્યુ નથી. હું ભાજપનો સિનિયર કાર્યકર્તા હોવાથી આખા જિલ્લા અને તાલુકાના લોકો મને કહે છે કે, તમે રજૂઆત કરો એટલે મે ફરિયાદ કરી છે જો હું ફરિયાદ ન કરૂ તો મે પણ કુલડીમાં ગોળ ભાંગી લીધો હોય તેવુ લાગે. 2013થી 2016 સુધી હું જિલ્લા ભાજપ પ્રમુખ હતો ત્યારે મેં જ કિરીટને યુવા ભાજપ પ્રમુખ બનાવ્યો હતો. એજ રીતે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશી ભાઇ જાવીયાએ જણાવ્યુ હતુ કે, પ્રમુખ સીઆર પાટીલને મળ્યો હતો ત્યારે રૂબરૂમાં રજૂઆત કરી હતી એટલે તેમણે વિસાવદર યાર્ડના પ્રમુખપદેથી અને જેડીસીસી બેંક ચેરમેનપદેશી રાજીનામું આપ્યુ હતુ. જો કે, સહકારી ક્ષેત્રમાં ભાજપ કોંગ્રેસ જેવુ ન હોય જેમની પાસે વધુ સભ્યોની બહુમતી હોય એ ચેરમેન બને પણ છતા તેમણ રાજીનામુ આપ્યુ હતુ.
સિસ્તબઘ્ધ ભાજપ પાર્ટીમાં જ્યારે કિરીટ પટેલના હોદાઓમાં આક્ષેપ બાજીઓ શરૂ થઇ છે ત્યારે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમિપરાએ બળતામાં ઘી હોમ્યુ છે, એક વિડીયો મિડીયા સમક્ષ રજૂ કરીને જણાવ્યુ હતુ કે, કમાવ દિકરો સૌને ગમે છે, ભાજપનો ભ્રષ્ટ્રાચાર ચરમ સીમાએ પહોંચયો છે, સતત નવ વર્ષ સુધી જિલ્લા ભાજપ પ્રમુખના હોદા પર રહી અધિકારીઓને દબાવ્યા, સામાન્ય લોકોમાં ડરનો માહોલ ઉભો કર્યો છે, જવાહર ચાવડાએ જે ઉલ્લેખ કર્યો છે તે કોઇ નવી વસ્તુ નથી આ તમામ મુદદ્દાઓ જગ જાહેર છે.
- Advertisement -
મારો એ સારો તેવીનિતિથી ભાજપ ચાલી રહ્યું છે. કિરીટ પટેલ જયારે ધારે ત્યારે વિસાવદર યાર્ડની ચૂંટણી લડી શકે, ધારે ત્યારે જૂનાગઢ યાર્ડની ચૂંટણી લડી શકે, જૂનાગઢ જિલ્લો પડતો મુકી ગીર-સોમનાથ જિલ્લામાં તાલાળા યાર્ડમાં પ્રમુખ બની જાય છે. અસંખ્યા બોગસ મંડળીઓ બનાવી સહકારી ક્ષેત્ર પર કબ્જો મેળવી લીધો છે. પ્રદેશ ભાજપ પ્રમુખને પણ આ સમગ્ર બાબતે માહિતી છે અને તે કિરીટ પટેલને પ્રોત્સાહન આપે છે જવાહર ચાવડાએ ભાજપના ભ્રષ્ટચારને ખુલ્લો પાડી પ્રજાની પીડાને વાચા આપી છેતે બદલ અભિનંદન આપ્યા હતા અને ભાજપનું થવાનું છે ને નિશ્ર્ચિત છે તેવુ કોંગ્રેસ પ્રમુખે ઉમેર્યુ હતુ.
જયારે ભાજપના આગેવાન દિનેશ ખટારીયા પણ જિલ્લા પ્રમુખની તરફેણમાં આવીને નિવેદન કર્યુ હતુ કે, પાર્ટીમાં સીરસતો છે કે, કોઇ પણ વ્યક્તિ ત્રણ ટર્મ સુધી પ્રમુખ રહી શકે ત્યારે જે રીતે તેની ઉપર આક્ષેપો થઇ રહ્યા છે તે પાયા વિહોણા છે આજે ભાજપ પાર્ટી સાથે વફાદારીથી કિરીટ પટેલે કામ કર્યુ છે અને જિલ્લામાં સહકારીક્ષેત્રમાં વધુમાં વધુ પક્ષ કેમ મજબુત બને તે દિશામાં કામ કર્યુ છે. આવા લેટર બોંમથી આક્ષેપો કરવા તે યોગ્ય નથી. જ્યારે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્ય દિનેશ ગોંવિદભાઇ મેતર પણ જિલ્લા પ્રમુખની વ્હારે આવીને જણાવ્યુ હતુ કે, કિરીટ પટેલ જે રીતે ભાજપની કામગીરી કરીને નાનામાં નાના વ્યક્તિને આજે આગળ લઇ આવ્યા છે અને પક્ષની સાથે વફાદારી પૂર્વક કામ કર્યુ છે અને જવાહરભાઇ ચાવડા સામે નિશાન તાકતા કહ્યુ હતુ કે, તમે મનસુખભાઇ માંડવીયાનો વિરોધ કરો અરવિંદભાઇ લાડાણીનો વિરોધ કરો કિરીટભાઇ પટેલનો પણ વિરોધ કરો તે અયોગ્ય છે. ત્યારે નિષ્ઠાવન અને પ્રમાણિક વ્યક્તિ સામે આક્ષેપ કરવો એ કેટલા અંશે વ્યાજબી છે.