પ્રધાનમંત્રીના જન્મદિવસ પર જુનાગઢમાં ’નમો રક્તદાન’ કેમ્પ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જુનાગઢમાં રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. “નમોના નામ રક્તદાન” શીર્ષક
- Advertisement -
હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં પોલીસકર્મીઓ અને ઉદ્યોગ ગ્રુપોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ રક્તદાન શિબિરમાં 350થી વધુ ઉદ્યોગપતિઓ અને પોલીસકર્મીઓએ સ્વેચ્છાએ રક્તદાન કર્યું. રક્તદાન કરનારાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ રક્તદાન દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્ત એકત્ર કરવામાં આવ્યું છે, જે તેમના જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જુનાગઢ શહેરમાં કુલ 300 અલગ-અલગ જગ્યાએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ કુલ 50,000 બોટલ રક્ત એકત્ર કરવાનો છે. આ ભગીરથ કાર્ય સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવશે અને અનેક જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થશે.



