કુખ્યાત શખ્સ કાળા દેવરાજ સોશિયલ મીડિયા પર પોલીસને પડકારતો હતો
ગુજસીટોક અને 107 ગંભીર ગુનાના આરોપીને પોલીસે પાઠ ભણાવ્યા
- Advertisement -
કુખ્યાત શખ્સે પોલીસની કારને
ટક્કર મારી હત્યાની કોશિશ કરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
જૂનાગઢનો કુખ્યાત શખ્સ કાળા દેવરાજ રાડાને ઝડપી લેવા એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ જે.જે.પટેલ અને પોલીસની ટિમ દ્વારા કુખ્યાત શખ્સ કાળા દેવરાજને ઝડપી લેવા છેલ્લા ઘણા સમયથી તેની પાછળ હતા ત્યારે કાળા દેવરાજ પોલીસથી નાસતો ફરતો હતો અને સોશ્યલ મીડિયાના માધ્યમથી પોલીસને પડકાર ફેંકાતો હતો. ગુજસીટોક સાથે હત્યા, ખુનની કોશિષ સહીત 107 ગંભીર ગુનામાં સંડોવાયેલ કાળા દેવરાજને અંતે ખડિયા નજીકથી ઝડપી પાડયો હતો.
એસપીની આગેવાનીમાં ક્રાઇમ બ્રાન્ચ અને તેમની ટિમને મળેલી હકીકતના આધારે પોલીસે ખાનગી ડ્રેસમાં પ્રાઇવેટ કાર દ્વારા ગત રાત્રીથી જૂનાગઢથી લઇ બગડું – મેંદરડા સુધી વોચમાં હતી અને રાત આખી આરોપીનું લોકેશન મેળવી તેને ઝડપી લેવા અથાગ પ્રયત્નો કર્યા હતા જયારે આરોપી કાળો અને તેનો સાગરીત રાજુ રાડા બાદલપુર, જામકા, ખડિયા થઇ જૂનાગઢ આવતો હતો એ સમયે ખડીયા નજીક જીજે 18 બીપી 0071 નંબરની કારમાં નીકળતા ભાગવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે પણ તેની પાછળ કાર ભગાવતા તેને પોલીસની બે કારને ટક્કર મારી પોલીસના કર્મી ઉપર ખુનની કોશિશ કરી હતી જેમાં ઇન્દ્રસિંહ ઝાલા, વનરાજસિંહ ચુડાસમા, નિકુલ પટેલ, આઝાદસિંહ સીસોદીયાને ઇજા થઇ હતી. પોલીસે પણ જીવની પરવા કર્યા વગર ફિલ્મી ઢબે જીવ સટોસટીના દ્રશ્યો સર્જાયા હતા અને અંતે કાળો અને તેના સાગરીતને ઝડપી લેવામાં સફળતા મળી હતી. કુખ્યાત શખ્સ કાળા દેવરાજને ઝડપી લીધા બાદ ગાંધીગ્રામ પોલીસ ચોકીથી લીરબાઇ પરા વિસ્તારમાં તેને લઈને સમગ્ર ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કર્યું હતું અને કાળા રાડાને પાઠ ભણાવ્યા હતા.
જયારે કાળા દેવરાજ રાડા ફરાર હતો ત્યારે સોશ્યલ મીડિયા દ્વારા અન્ય લોકોને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કર્યું હતું અને જે વિડિઓ વાઇરલ કર્યો હતો તે અધૂરો વિડિઓ વાઇરલ કરી પોલીસની છબી બગાડવો પ્રયત્ન કરેલ ત્યારે આ બાબતે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ સમગ્ર વિડિઓ બાબતે હકીકત જણાવતા કહ્યું હતું કે, જયારે પોલીસ કાળા દેવરાજને શોધવા તેના ઘરે ગઈ હતી ત્યારે તેના પત્ની, દીકરી, દીકરા સહીત પરિવારે પોલીસને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો અને જયારે જે વિડિઓ વાઇરલ થયો છે 12 સેક્ધડનો હતો જેમાં પોલીસ શું બોલે છે તે બતાવ્યું હતું પણ હકીકતે તે વિડિઓ 6 મિનિટ અને 13 સેક્ધડનો છે. જે વિડિઓ હવે સમાચારોમાં પ્રસિદ્ધ થતા લોકોને ખ્યાલ આવ્યો કે, પોલીસ સાથે કેવું વર્તન કર્યું હતું જયારે આવા શોર્ટ વિડીઓના અંશ બતાવી સમાજ કે અન્ય લોકોને ગેરમાર્ગે દોરવા ન જોઈએ તેમ કહ્યું હતું.
- Advertisement -
લુખ્ખા અને ટપોરીઓ ચેતી જજો, પોલીસ છોડશે નહિ : એસપી સુબોધ ઓડેદરા
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા લોકોને અપીલ કરીને જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેર હોઈ કે જિલ્લામાં અસામાજિક તત્વો હોઈ કે લુખ્ખા ટપોરી હોઈ ગેરકાયદે પ્રવૃત્તિ કરીને સામાન્ય માણસને ખોટી રીતે હેરાન પરેશાન કરવાની જો કોશિષ કરાશે તો તેને છોડવામાં નહિ આવે અને નાગરિકોને પણ અપીલ કરી હતી કે, તમારા વિસ્તારમાં આવા ટપોરીઓ હોઈ તો પોલીસને ફોન કરીને અથવા પોલીસ સ્ટેશનને જાણ કરો પોલીસ કડક કાર્યવાહી કરશે.