નવરાત્રી પૂર્વે જિલ્લા પોલીસ પરિવાર દ્વારા રક્ષક નવરાત્રીનું આયોજન કરાયું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
આજથી માં જગદંબાની આરાધના અને ઉપાસનાનુ પર્વ અથાર્ત સ્ત્રી શકિતને પુજવાનુ અનન્ય પર્વ એટલે નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે નવદુર્ગા સ્વરૂપે શકિત, ભકિત અને મુકિતના ત્રીવિધ સમન્વય એટલે રક્ષક નવરાત્રી રાસ ગરબા ઇવેન્ટનુ આયોજન પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા નવરાત્રી પર્વની પૂર્વ સંધ્યાએ કરવામાં આવ્યું હતું જેમાં નીલકંઠ ફાર્મ ખાતે સિંધુ વેલ્ફેર ગરબા આયોજક અને જિલ્લા પોલીસ પરિવાર દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ રક્ષક નવરાત્રી ગરબા ઇવેન્ટમાં ધારાસભ્ય સંજય કોરડીયા, કલેકટર અનીલકુમાર રાણાવસીયા, પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા , કેશોદ ડીવાયએસપી ઠક્કર, પૂર્વ મેયર ગીતાબેન પરમાર અને સીધું વેલ્ફેરના સુનિલભાઈ નાવાણી સહીત પોલીસ પરિવાર દ્વારા માતાજીની આરતી કરીને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને ત્યાર રક્ષક નવરાત્રી પર્વે ધારાસભ્ય, એસપી સહિત પોલીસ પરિવાર અને ભાઈ બેહનો તેમજ ગરબા આયોજકોએ ગરબે ઘૂમ્યા હતા અને નવરાત્રી પર્વના પ્રારંભે માતાજીની આરાધન કરી હતી.