ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચના અન્વયે શહેર અને તમામ તાલુકામાં પોલીસ ટીમે મેગા પ્રોહીબિશન કોમ્બિંગ હાથ ધરતા કુલ 77 ઈસમો વિરુદ્ધ દેશી – વિદેશી દારૂ અંગેના કેસ દાખલ કરવામાં આવ્યા હતા.વધુમાં પ્રોહીબિશન કોમ્બિંગમાં મોરબી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં 268 લીટર દેશી દારૂ તેમજ વિદેશી દારૂની બે બોટલ મળી કુલ રૂ.57,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યારે બી ડિવિઝન વિસ્તારમાંથી 124 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 32,800 તેમજ વિદેશી દારૂની 13 બોટલ કિંમત રૂપિયા 3250, મોરબી તાલુકા પોલીસે રૂ.26 હજારનો 130 લીટર દેશી દારૂ, માળીયા મિયાણા પોલીસે 252 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 50,400, 125 લીટર આથો કિંમત રૂપિયા 3125, વાંકાનેર સીટી પોલીસે 2600ની કિંમતનો 13 લીટર દેશી દારૂ, વાંકાનેર તાલુકા પોલીસે 20 લીટર દેશી દારૂ, 2025 લીટર આથો મળી રૂ 48,125નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો- ટંકારા પોલીસે 23 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 4600, વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 100 પકડી પાડયો હતો.