શહેરમાં ત્રણ જગ્યાએથી ગેરકાયદે ચાલતું કુટણખાનું ઝડપાયું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ સામે ધોષ બોલાવી છે. ત્યારે ચાર્જ સંભાળતાની સાથે જ એક પછી એક મેગાડ્રાઇવનું આયોજન કરીને આવારા અને લુખ્ખા તત્વો સામે લાલ આંખ કરી છે. જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર ધમધમતા દેહ વ્યાપાર ઉપર પોલીસ ત્રાટકી હતી અને આ દેહ વેપારનો ગોરખધંધો કરતા સામે ધોષ બોલાવતા શહેરમાં શ્રીજી વંદના એપાર્ટમેન્ટ, રાજેશ્યામ એપાર્ટમેન્ટ અને ભાડાના મકાનમાં દેહ વ્યપારના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. શહેરનાં ત્રણ જગ્યાએથી દેહ વ્યાપારનો ગોરખધંધા પર રેઇડ કરતા જેમાં શાતેશ્ર્વર રોડ વિસ્તારમાં આવેલ શ્રીજી વંદના એપાર્ટમેન્ટમાં ડમી ગ્રાહક મોકલીને રાહુલ પ્રશાદ રાવ નામના એજન્ટની ધરપકડ કરવામાં આવી હતી.
- Advertisement -
જયારે સંચાલક રવી રાખસીયા રૂપા વિરેન્દ્રરાવ અને રોહીત કવા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જયારે બી-ડીવીઝ પોલીસે ઝાંઝરડા રોડ પર આવેલ રાધેશ્યામ એપાર્ટમેન્ટમાં રાઉન્ડ ફલોર પર ગોરખધંધો કરતા અશોક ગીગાભાઇ ભાદરકા અને નેમિષ મહેશ બાબરીયાની અટક કરીને સ્નેહા કમલેશ સોઢાતર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જયારે જૂનાગઢ રાજકોટ રોડ પર મકાન ભાડે રાખીને દેહ વ્યપારનો ગોરખધંધો સુર્યાબેન ઉર્ફે રાધા અરવિંદ પરમાર અને અરવિંદ જીવા પઢીયારની પણ અટકાયત કરવામાં આવી હતી. આ દેહ વેપારના ગોરખ ધંધામાં કુલ છ મહિલાઓને મુકત કરીને તેને શાક્ષી બનાવવામાં આવેલ. બાકીના તમામ લોકો સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ.