કેન્દ્ર સરકારે 4 વર્ષથી નાના બાળકો માટે Dextromethorphan સિરપ પર પ્રતિબંધની ભલામણ કરી; દવાઓ લેતા પહેલા તબીબી સલાહ લેવા રાજ્ય સરકારોને સૂચના.
તાજેતરમાં મધ્યપ્રદેશ (ખાસ કરીને છિંદવાડા જિલ્લો) અને રાજસ્થાનમાંથી આવી રહેલી ખબરોએ આખા દેશમાં ચિંતાનો માહોલ સર્જી દીધો. વિવિધ જિલ્લાઓમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના લગભગ 20-22થી વધુ બાળકો કફ સીરપ પીધા બાદ ગંભીર રીતે બીમાર પડ્યાં અને અનેકને જીવ ગુમાવવો પડ્યો. આ ઘટનાઓમાં ગુજરાત સ્થિત કંપનીઓના ઉત્પાદનો સામેલ હોવાથી તપાસ ફેલાઈ, પરંતુ મુખ્ય મૃત્યુ કેસો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બન્યા છે.
શરૂઆતમાં સ્થાનિક તબીબોને શંકા હતી કે સામાન્ય એલર્જિક રિએક્શન હશે, પરંતુ જ્યારે થોડા દિવસોમાં સમાન લક્ષણો ધરાવતા અનેક કેસો સામે આવ્યા – ઉલ્ટી, ડાયરિયા, અશક્તિ, અને કિડની ફેલ્યુર – ત્યારે સીરપની લેબોરેટરી તપાસ શરૂ થઈ. પરિણામે બહાર આવ્યું કે આ સીરપોમાં Diethylene Glycol (DEG) A“¡ Ethylene Glycol (EG) અને ઊવિુંહયક્ષય ૠહુભજ્ઞહ (ઊૠ) જેવા ઝેરી રસાયણોની માત્રા મંજૂર મર્યાદાથી અસંખ્ય ગણો વધારે હતી.
પ્રથમ કેસ મધ્યપ્રદેશના છિંદવાડામાં આવ્યો, જ્યાં ઈજ્ઞહમશિર (જયિતફક્ષ ઙવફળિફભયીશિંભફહત, તમિલનાડુ) નામની કફ સીરપના ઉપયોગ બાદ 17થી 22 સુધીના બાળકોનાં મોત થયા. રાજસ્થાનમાં ઊંફુતજ્ઞક્ષ ઙવફળિફ (જયપુર) દ્વારા બનાવાતી ૠયક્ષયશિભ ઉયડ્ઢિજ્ઞિંળયવિંજ્ઞિાવફક્ષ જુિીાના વિતરણ બાદ 2થી 3 બાળકોનાં મૃત્યુ નોંધાયા. ગુજરાત સ્થિત Respifresh TR (Rednex Pharmaceuticals) અને ReLife (Shape Pharma) નામની દવાઓની તપાસમાં પણ સમાન ઝેરી અંશ મળ્યા, જેમના ઉત્પાદન અને વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મુકાયો. રાજસ્થાન સરકારે Kayson Pharmaની 19 દવાઓનું વિતરણ બંધ કરાવ્યું અને રાજ્યના ડ્રગ કંટ્રોલરને સસ્પેન્ડ કર્યો.
- Advertisement -
ઝેરી પદાર્થોની અસરો: મીઠા ઝેરની ઘાતક કથા
Diethylene Glycol (DEG) અને Ethylene Glycol (EG) – – બંને રંગહીન અને મીઠા સ્વાદ ધરાવતાં રસાયણિક દ્રાવકો છે, જે સામાન્ય રીતે ઔદ્યોગિક ઉપયોગમાં લેવાય છે. કેટલીક વખત સસ્તા ઉત્પાદન માટે ગ્લિસરિન અથવા પ્રોપિલિન ગ્લાયકોલ જેવી ફાર્માસ્યુટિકલ ગુણવત્તાની સામગ્રીના સ્થાને આ રસાયણો ઉપયોગમાં લેવામાં આવે છે, અથવા અસાવધાનીથી દૂષિત કાચામાલના રૂપમાં દવા ઉત્પાદનમાં ભળી જાય છે.
ગુજરાત અને તમિલનાડુની કંપનીઓ પર આંગળી, કફ સિરપમાં ઘાતક Diethylene Glycol (DEG)ની માત્રા મંજૂર મર્યાદાથી 486 ગણી વધારે મળી આવી
માનવ શરીરમાં જતાં જ આ પદાર્થો કિડનીને નુકસાન, યકૃત તંત્રમાં ઝેર, અને તાત્કાલિક મોત જેવી સ્થિતિ પેદા કરી શકે છે. ખાસ કરીને બાળકોમાં, નાની માત્રા પણ જીવલેણ સાબિત થાય છે.
આરોગ્ય નિષ્ણાત દિનેશ ઠાકુર અને વકીલ પ્રશાંત રેડ્ડીની પુસ્તક ધ ટ્રૂથ પિલમાં લખેલું છે કે ભારતમાં ડીઈજીના જહેરીલા દુષ્પ્રભાવનો પ્રથમ કેસ તમિલનાડુમાં જ 1972માં નોંધાયો હતો, જ્યારે ત્યાં 15 બાળકોના મોત થયા હતા. આ પુસ્તકમાં આગળ એ પણ કહેવામાં આવ્યું છે કે ડીઈજીના દુષ્પ્રભાવોનું નિદાન કરવું અત્યંત મુશ્કેલ છે. વર્ષ 2019-20માં જમ્મુ-કાશ્મીરમાં જ આનાથી 12 બાળકોના મોત થયા હતા, જેમની ઉંમર પાંચ વર્ષથી ઓછી હતી. હવે પાંચ વર્ષ પછી મધ્યપ્રદેશમાં તે જ ઘટના બની છે, પરંતુ તેના ઉકેલ વિશે વિચારવાને કરતાં ચારે તરફ સિયાસી દાંવ-પૈચના ઘોડા દોડાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત
વિશ્વભરમાં અનેક દુર્ઘટનાઓ – 1937માં અમેરિકામાં Elixir Sulfanilamide (100થી વધુ મોત), 1990ના દાયકામાં નાઇજિરિયા, 2022માં ગેમ્બિયા (70થી વધુ બાળકોનાં મોત), અને 2023-24માં ભારતીય સીરપ્સથી યુઝબેકિસ્તાન તથા કમરૂનમાં મોત – ઉઊૠ દૂષિત દવાઓના કારણે જ નોંધાયાં છે. આવી ઘટનાઓ દર્શાવે છે કે નબળા નિયમન અને સસ્તા વિકલ્પો વારંવાર બાળકોના જીવ લે છે.
ઠઇંઘની તાત્કાલિક ચેતવણી અને વૈશ્ર્વિક માર્ગદર્શિકા
આ ભયાનક ઘટનાને અનુસંધાને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ 13-14 ઓક્ટોબર 2025ના રોજ તાત્કાલિક વૈશ્વિક એલર્ટ બહાર પાડ્યો છે. તેમણે જણાવ્યું કે નીચેના ત્રણ ભારતીય બ્રાન્ડની કફ સીરપ્સનો ઉપયોગ કોઈપણ સંજોગોમાં ન કરવો –
ReLife (Shape Pharma, Gujarat)
Respifresh TR (Rednex Pharmaceuticals, Gujarat)
- Advertisement -
Coldrif (Sresan Pharmaceuticals, Tamil Nadu) WHOએ દવાઓમાં મળી આવેલી DEGની માત્રા 0.1%ની માન્ય મર્યાદા સામે Coldrifમાં 48.6%, Respifresh TRમાં 1.34% અને ReLifeમાં 0.61% જેટલી હોવાનું જણાવીને તાત્કાલિક રીકોલની ભલામણ કરી છે. આ સીરપ્સના કેટલાક નમૂનાઓ વિદેશી બજારોમાં પણ મળી આવ્યા હોવાથી WHOએ તમામ દેશોને ચેતવણી આપી છે કે જો આ દવાઓ ઉપલબ્ધ હોય તો તરત જ બજારમાંથી પાછી ખેંચી લેવામાં આવે. સાથે સાથે WHOએ ભારત સરકારને દવાઓના ગુણવત્તા નિયંત્રણમાં સુધારણા, DEG/EG સ્ક્રીનિંગ ફરજિયાત કરવું, અને નાના ઉત્પાદકો માટે ગુણવત્તા પ્રમાણપત્ર પ્રક્રિયાને કડક બનાવવા સૂચના આપી છે. WHOએ ભારતીય નિયમનમાં “રેગ્યુલેટરી ગેપ” (આંતરરાષ્ટ્રીય નિકાસ માટે સ્ક્રીનિંગ ફરજિયાત હોવું પણ દેશીય બજાર માટે નહીં) પર ખાસ ટીકા કરી છે.
ભારત સરકાર અને રાજ્ય તંત્રની કાર્યવાહી
કેન્દ્ર સરકારના Central Drugs Standard Control Organisation (CDSCO) દ્વારા ત્રણેય દવાઓના ઉત્પાદન, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ મૂકાયો છે. Sresan Pharmaceuticals (Coldrif)ના માલિક G. Ranganathanની 8-9 ઓક્ટોબર 2025માં ધરપકડ થઈ છે અને Enforcement Directorate (ED) દ્વારા રેઇડ પણ કરાઈ.Shape Pharma પર Not of Standard Quality જાહેર કરી, લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી શરૂ થઈ છે. CDSCOએ 6 રાજ્યોમાં ફેક્ટરીઓનું ઇન્સ્પેક્શન કર્યું છે.
રાજસ્થાન સરકારેKayson Pharmaની 19 દવાઓનું વિતરણ બંધ કરાવ્યું છે અને સમગ્ર સ્ટોક પર તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં ડ્રગ કંટ્રોલ વિભાગે 40થી વધુ કફ સીરપના નમૂનાઓ ફરીથી પરીક્ષણ માટે મોકલ્યા છે અને કેટલાક વિસ્તારોમાં 2 વર્ષથી નાના બાળકો માટે કફ સીરપ પર પ્રતિબંધ મુકાયો છે.
કેન્દ્ર સરકારે રાજ્યોને સૂચના આપી છે કે બાળકોને કફ-ઠંડીની OTC દવાઓ આપતા પહેલાં તબીબી સલાહ લેવી ફરજિયાત ગણવામાં આવે, કારણ કે આ પ્રકારની દવાઓમાં દૂષિત રસાયણોનું જોખમ વધારે રહે છે. વધુમાં, 4 વર્ષથી નાના બાળકો માટે Dextromethorphan આધારિત સીરપ પર પ્રતિબંધની ભલામણ કરાઈ છે. નિયમન તંત્રની ખામીઓ: એક સતત ઉઠતો પ્રશ્ર્ન આ દુર્ઘટના એ પ્રશ્ન ઊભો કરે છે કે શું આપણા ફાર્માસ્યુટિકલ નિયમન તંત્રમાં ખામીઓ છે? ભારતમાં લગભગ 10,000થી વધુ નાના અને મધ્યમ સ્તરના દવા ઉત્પાદકો છે, પરંતુ ગુણવત્તા પરીક્ષણ માટે પૂરતી લેબોરેટરીઓ, થર્ડ પાર્ટી સુપરવિઝન અને બેચ સ્ક્રીનિંગની વ્યવસ્થા મર્યાદિત છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ અગાઉ પણ જણાવ્યું હતું કે દવાઓમાં DEG/EGનું સ્ક્રીનિંગ ભારતમાં ફરજિયાત નથી (ખાસ કરીને દેશીય બજાર માટે), જ્યારે વિકસિત દેશોમાં દરેક બેચની રિલીઝ પહેલાં આ પરીક્ષણ જરૂરી છે. જ્યાં સુધી તંત્ર કડક કાયદાકીય અને ટેકનિકલ ધોરણો અમલમાં નહીં મૂકે, ત્યાં સુધી આવી દુર્ઘટનાઓ ફરી ફરી બની શકે છે. આ ઘટનાએ ફરી એક વાર બતાવ્યું છે કે દવા સુરક્ષા માત્ર લેબલ કે લાયસન્સ પર નિર્ભર નહીં રહી શકે. જરૂર છે
દરેક કફ સીરપ, એન્ટીબાયોટિક અને લિક્વિડ ફોર્મ દવાઓમાં DEG/EG માટે ફરજિયાત પરીક્ષણ ઉત્પાદન લાયસન્સ આપવા પહેલાં ફેક્ટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સમયાંતરે નિરીક્ષણ. નાના ઉત્પાદકોને ગુણવત્તા સર્ટિફિકેશન માટે સહાય અને તાલીમ, પેરેન્ટ્સ, ફાર્માસિસ્ટ અને તબીબોને બાળદવાઓના જોખમ અંગે જાગૃત બનાવવું
ઝેરી કફ સીરપ કાંડ માત્ર એક આરોગ્ય દુર્ઘટના નથી – તે આપણા નિયમન તંત્ર, લાલચી ઉત્પાદન પ્રથાઓ અને બેદરકારીનું પ્રતિબિંબ છે. બાળકોના જીવ ગયાં પછી જ જ્યારે સરકારો અને વિશ્વ સંસ્થાઓ જાગે, ત્યારે દોષ ફક્ત એક કંપનીનો નથી; એ આખી વ્યવસ્થાનો-સરકારોનો છે.