પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાત પ્રવાશે
વિશ્ર્વ વન્ય પ્રાણી દિવસ નિમિતે મોદીની ખાસ મુલાકાત
- Advertisement -
લાયન પ્રોજકેટ સહિત ગીર મુદ્દે વન અધિકારી સાથે બેઠક
પ્રધાન મંત્રીના આગમનને લઇને ઊચ્ચ અધિકારીના સાસણમાં ધામા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા.3 માર્ચે વિશ્વ વન્ય પ્રાણી દિવસ નિમિતે ત્રણ દિવસના ગુજરાત પ્રવાશે પાધરી રહ્યા છે ત્યારે જાણવા મળતી વિગત પ્રમાણે જામનગરમાં વનતારાની મુલાકાત, સાસણમાં સિંહ દર્શન અને સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરશે જયારે પ્રધાનમંત્રી મોદી તા.2 માર્ચે સાસણ રાત્રી રોકાણ કરશે અને સવારે સિંહ દર્શન બાદ વન વિભાગના ઊંચ અધિકરીઓ સાથે બેઠક યોજશે જેમાં પ્રધાનમંત્રી દ્વારા ડ્રિમ પ્રોજેક્ટને જાહેર કરાયો હતો તે વિષય સાથે સાસણ ગીર સેન્ચુરી અને સિંહોની વધતી સંખ્યા અને સિંહોનો વધેલો વિસ્તાર સહીત બાબતે ચર્ચા વિચારણા કરશે તેની સાથે સિંહ દર્શન વેળાએ ગીર સેન્ચુરીમાં વસતા માલધારીઓ સાથે પણ ચર્ચા કરે તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પાસે ગીરના વન્ય પ્રાણી અને ગીર વિસ્તાર માટે કોઈ મોટી જાહેરાત થાય લોકો અપેક્ષા રાખી રહ્યા છે પ્રધાનમંત્રીના આગમન પેહલા દિલ્હી થી લઈને સ્થાનિક તંત્રના સાસણમાં ધામા નાખ્યા છે.અને પ્રધાનમંત્રીના સ્વાગત માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. તા.3 માર્ચ વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડેની ઉજવણી કરવામાં આવે છે.
- Advertisement -
આગામી તા.3 માર્ચના વડાપ્રધાન વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડેની ઉજવણી માટે સાસણ આવી રહ્યા છે. વડાપ્રધાન કાર્યક્રમને લઇ ગાંધીનગર અને દિલ્હીના અધિકારીઓ સાસણમાં દોડધામ કરવા લાગ્યા છે. મોદી વડાપ્રધાન થયા બાદ અનેકવાર સાસણ આવવાના પ્રોગ્રામ થયા બાદ છેલ્લી ઘડીએ રદ થયાના દાખલા છે. વડાપ્રધાન થયા બાદ પ્રથમવાર મોદીની સાસણ મુલાકાતને ખુબ મહત્વની માનવામાં આવે છે. એીશયાઇ સિંહના કારણે સાસણ ગીર દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. સિંહો પર જયારે સીડીવી નામનો રોગ આવ્યા બાદ વડાપ્રધાને વર્ષ 2020માં લાલ કિલ્લા પરથી પ્રોજેકટ લાયનની જાહેરાત કરી હતી. આ વાતને સાડા ચાર વર્ષથી વધુનો સમય થઇ ગયો હોવા છતા હજુ જોઇએ તેવી કોઇ અમલવારી જોવા મળી નથી. નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સાસણની મુલાકાતે આવ્યા હતા. વડાપ્રધાન થયાને 11 વર્ષ જેટલો સમય થયો છે ત્યાર બાદ પ્રથમવાર સાસણ ગીરની મુલાકાતે આવી રહ્યા છે.
વડાપ્રધાનની મુલાકાતનો સાસણમાં ધમધમાટ શરૂ થઇ ગયો છે. કેન્દ્રના વન પર્યાવરણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીમાં લાગી ગયા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાનના તા.3 માર્ચના વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડેના દિવસે સાસણ આવી રહ્યા છે ત્યારે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. વર્લ્ડ લાઇલ્ડલાઇફ દિવસની ઉજવણી દરમિયાન વડાપ્રધાન દ્વારા સિંહ અને ગીર માટે ફાયદો થાય તેવી યોજના જાહેર થાય તેવી શકયતાઓ જોવા મળી રહી છે.
ખુદ વડાપ્રધાને જાહેર કરેલો પ્રોજેકટ લાયન પણ પાંચ વર્ષ જેટલો સમય થયો હોવા છતા જોઇએ તેવો અમલમાં આવી શકયો નથી. નાણાના અભાવે પ્રોજેકટ લાયનની કામગીરી ટલ્લે ચડી રહી હતી. આ તમામ ઘટનાક્રમ વચ્ચે સાસણમાં વડાપ્રધાનની મુલાકાતનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. અગાઉ પણ સાસણમાં વડાપ્રધાનની મુલાકાત અંગેનો કાર્યક્રમ નકકી થયા બાદ રદ થયો હતો. હવે લગભગ કાર્યક્રમ નકકી જેવો હોવાથી ગીરમાં ઉચ્ચ અધિકારીઓની અવર-જવર વધી
ગઇ છે.