કુવાઓ- બોર-ખેત તલાવડીંના સૌર ઉર્જા આધારિત વીજળીકરણ યોજનાનો ૬૯ ખેડૂતોને મળ્યો લાભ
- જંગલ વિસ્તારના ખેડૂતો માટે ખાસ લાભકર્તા
- ૭.૫ હોસપાવરની ક્ષમતામા ખેડૂતોને ૬૦ % સબસીડી
- સૌર ઉર્જાથી ખેડૂતોને વીજબીલમાંથી મળશે મુક્તિ, પ્રદુષણમાં થશે ઘટાડો
રાજકોટ – કેન્દ્ર સરકર દ્વારા ખેડૂતો માટે સૌર ઉર્જા આધારિત વધુ એક યોજના ‘‘પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન’’ (પીએમ કુસુમ યોજના-બી) અમલી બનાવવામાં આવી છે. ખાસ કરીને જંગલ વિસ્તારમાં જ્યાં વીજલાઇન ઉપલબ્ધ નો હોઈ તેવા ખેડૂતોને સૌર ઉર્જા આધારિત યોજના આ લાભદાયક બની રહેશે.
- Advertisement -
પીએમ કુસુમ યોજના-બી દ્વારા ખેડૂતોના કુવા,બોર, ખેત તલાવડીના વીજળીકરણ યોજના પીજીવીસીએલના કાર્યક્ષેત્રમાં વર્ષ ૨૦૨૦-૨૧ માં ૬૯ કૂવાઓ વીજળીકરણ કરવામાં આવ્યું હોવાનું અને હજુ યોજનામાં વધુ લાભાર્થીઓને જોડવાનું કામ ચાલુ હોવાનું પીજીવીસીલના અધિક મુખ્ય ઈજનેર જે.જે. ભટ્ટે જણાવ્યું છે.
આ યોજના તળે હયાત ગ્રીડથી વીજ જોડાણ આપવું શક્ય ન હોય તેવા દૂરદૂરના જંગલ વિસ્તારમાં ચાલતા ડીઝલ પંપ સેટને આવરી લેવામાં આવશે. ડાર્ક ઝોન વિસ્તારમાં હયાત ડીઝલ પંપને સોલાર પંપમાં રૂપાંતરીત કરવામાટે અરજદારોએ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો અમલ કરીને આ યોજનાનો લાભ લઇ શકશે. આ યોજના હેઠળ નાના અને સિમાંત ખેડૂતો કે જેઓ સિંચાઈ હેતુ માટે સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ કરતા ખેડૂતો અરજદારને પ્રાધાન્ય આપવામાં આવશે.
યોજનામાં કુલ સિસ્ટમ ખર્ચના ૩૦ ટકા રકમ કેન્દ્ર સરકારની સહાય તરીકે, ૩૦ ટકા રકમ રાજ્ય સરકાર ની સહાય તરીકે આપવામાં આવશે. બાકીના ૪૦ ટકા રકમ લાભાર્થી એટલે કે ખેડૂતોએ ભોગવવાની રહેશે.
- Advertisement -
૭.૫ હોસપાવરની ક્ષમતા સુધીનાં પંપસેટ માટે સબસીડી મળવા પાત્ર રહેશે. ૭.૫ થી વધારે ક્ષમતા એટલે કે ૧૦ હૉર્ષ પાવરની ક્ષમતાના પંપસેટ માટે ૭.૫ હોસપાવર માટે મળવાપાત્ર સબસીડી જ લાગુ પડશે અને તફાવતની રકમ લાભાર્થીએ ભરવાની રહેશે.
સૌર ઉર્જા આધારિત યોજના ફાયદા
ઓફ ગ્રીડ વિસ્તારમાં કૃષિ વીજ જોડાણો માટેની વીજ ગ્રીડની આંતરમાળખાકીય સુવિધાઓ પહોંચે ત્યારે આવા એક ગ્રીડ સોલાર વોટર પંપ ગ્રીડ સાથે જોડીને સરપ્લસ વીજળી ફીડ કરી શકાય. યુનિવર્સલ સોલાર પંપ કંટ્રોલરનો ઉપયોગ કરીને સોલાર સિસ્ટમની પ્રસ્થાપિત ક્ષમતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય. કીમતી કુદરતી સંસાધનો જેવા કે કોલસો, પાણી, ગેસની બચત થશે. સોર ઉર્જાને કોઈ બળતણની જરૂર નથી પડતી માટે તેનાથી કોઈ કચરો કે પ્રદૂષણ ઉત્પન્ન થતું નથી. સોર ઉર્જા દિવસ દરમિયાન પ્રાપ્ત થતી હોવાથી ખેડૂત દિવસ દરમિયાન સિંચાઇનો લાભ લઈ શકશે. સોર ઉર્જા પંપ સેટની લાભાર્થીઓને પાંચ વર્ષ સુધી નિભાવ ખર્ચ ભોગવવાનો રહેતો નથી. આ યોજના અપનાવ્યા બાદ ખેડૂતોએ કોઈ વીજ બિલ ભરવાનું રહેતું નથી.
કેવી રીતે જોડાણ મળશે
આ યોજનામાં જોડાવા માંગતા અરજદારોએ જીયુવીએનએલ વતી પીજીવીસીએલ દ્વારા માન્ય કરેલ એજન્સીની યાદીમાંથી સોલાર એજન્સીની પસંદગી કરવાની રહેશે તેમ પીજીવીસીએલ વિભાગ દ્વારા માહિતી આપતા જણાવાયું છે.