ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય દિન દયાલ ભવન ખાતે હરઘર તિરંગા અને તિરંગા યાત્રા આયોજન સંદર્ભે જિલ્લા ભાજપના પ્રભારી દિલીપ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક મળેલ આ બેઠકમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ કિરીટ પટેલે જણાવ્યું કે, રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના સંકલ્પ સાથે વર્ષોથી પાર્ટીના કાર્યકર્તાઓ તમામ દેશવાસીઓ સાથે ખૂબ જ ઉત્સાહ અને પ્રતિબદ્ધતા સાથે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો દ્વારા હર ઘર તિરંગા યાત્રાની ઉજવણી કરવામાં આવી રહી છે.
આગામી 15મી ઑગષ્ટ સુધીમાં ઘરોમાં, ઑફિસના સ્થળે, વ્હીકલો પર તિરંગો લગાવવા માટે વિવિધ પ્રકારના ઉત્પાદનો પણ દેખાય છે. કેટલાક લોકો તેમના મિત્રો અને પડોશીઓને પણ તિરંગાનું વિતરણ કરે છે. તિરંગા માટેનો આ ઉત્સાહ અને ઉમંગ આપણને એકબીજા સાથે જોડે છે.તેઓએ વધુમાં જણાવેલ કે રાષ્ટ્રધ્વજ તમામ પોસ્ટ ઓફિસો તેમજ અન્ય વેચાણ કેન્દ્રો પર તો મળશે જ તેમજ પક્ષ દ્વારા દરેક શક્તિકેન્દ્રો અને દરેક બૂથમાં પણ રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ થાય તેની ખાતરી આપી અને મોટી સંખ્યામાં લોકો રાષ્ટ્રધ્વજ ખરીદે એ માટે લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ તેમજ બુથ સુધી અને બુથના દરેક ઘર સુધી તિરંગો પહોંચે તેની વ્યવસ્થા અને સંપૂર્ણ આયોજન જિલ્લા ભાજપની બેઠકમાં કરવામાં આવ્યું હતું.