By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 weeks ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 weeks ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    2 weeks ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 weeks ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 weeks ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    2 weeks ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    2 weeks ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    2 weeks ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શારીરિક વિકલાંગતા ક્યારેય પ્રગતિમાં બાધારૂપ બનતી નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > શારીરિક વિકલાંગતા ક્યારેય પ્રગતિમાં બાધારૂપ બનતી નથી
AuthorShailesh Sagpariyaખાસ-ખબર

શારીરિક વિકલાંગતા ક્યારેય પ્રગતિમાં બાધારૂપ બનતી નથી

Khaskhabar Editor
Last updated: 2022/07/02 at 4:48 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

રાજકોટનો સ્મિત ચાંગેલા ન્યુરોપેથી રોગનો ભોગ બન્યો છે. એ પોતાના પગ પર ચાલી નથી શકતો કે હાથમાં સરળતાથી કોઈ વસ્તુ પકડી નથી શકતો. એમના માટે વ્હીલચેર વગર બહાર નીકળવું પણ અશક્ય છે કારણ કે હાથ કે પગના મસલ્સ કામ જ નથી કરતા. એકાદ શારીરિક ખોડખાપણ હોય તો પણ માણસ હતાશ થઈ જાય જ્યારે સ્મિત અનેક શારીરિક મુશ્કેલીઓની વચ્ચે પણ એના ચહેરા પરનું સ્મિત ઓછું થવા નથી દેતો. પિતા ચેતનભાઈ અને માતા હીનાબેનનો સ્મિતને મજબૂત ટેકો. દીકરાને આટલી મુશ્કેલીઓ હોવા છતાં તમે હીનાબેનને હંમેશા હસતા જ જુઓ. ઉત્સાહ અને જુસ્સાથી એવા ભરપૂર કે એને જોઈને આપણે પણ ઉત્સાહમાં આવી જઈએ. હીનાબેન સ્મિતના મમ્મી કરતા મિત્ર વધુ હોય એવું લાગે. એણે દીકરાની આસપાસ ક્યારેય નકારાત્મકતાને ફરકવા નથી દીધી. ’તારા સફળતાના માર્ગમાં તારી શારીરિક દિવ્યાંગતા તને ક્યારેય નડતરરૂપ નહિ થાય અને તારે જે કરવું હોય તે તું કરી શકીશ’ આ હિમતભર્યા આશ્વાસનથી સ્મિત એની શારીરિક પ્રતિકૂળતાઓને એક બાજુ રાખીને સતત આગળ વધતો રહ્યો. હાથ કામ નથી કરતા પણ ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવા માટે એ ટચ સ્ક્રીન મોબાઇલને નાકના ટેરવાથી ઓપરેટ કરતા શીખ્યો અને પોતાની જરૂરિયાત મુજબનું બધું જ કામ મોબાઈલ પર જાતે જ કરતો થયો. ગઈકાલે ધો.12 સામાન્ય પ્રવાહનું રીઝલ્ટ આવ્યું. રાજકોટની ધોળકિયા સ્કૂલમાં ભણતો સ્મિત અનેક મુશ્કેલીઓ અને અવરોધોનો સામનો કરીને બોર્ડની પરીક્ષામાં 99.97 પી.આર.સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રીજા ક્રમ પર આવ્યો. જે છોકરો પોતાનું સામાન્ય કામ પણ પોતાની જાતે કરી શકે એટલો સમર્થ ન હોય એ સમગ્ર રાજ્યમાં ત્રીજા ક્રમે આવે એ કોઈ સામાન્ય ઘટના નથી. ભગવાને જેને તમામ પ્રકારની અનુકુળતાઓ આપી હોય એવા બધા વિદ્યાર્થીઓને પાછળ રાખીને આ દીકરો પોતાની જાત પરના વિશ્વાસ અને પ્રચંડ પુરુષાર્થ દ્વારા બધાથી આગળ નીકળી ગયો. હાથ ચાલતા ન હોય એટલે પેપર લખવા માટે રાઇટરની મદદ લેવી પડે. પોતે જાતે પેપર લખવું અને રાઇટર પાસે લખાવવું એ બંને વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે. સ્મિતે એના કલ્પનાતીત પરિણામ દ્વારા એ પણ સાબિત કરી દીધું કે તમે રાઈટર પાસે પણ તમારી ઈચ્છા મુજબ કામ કરાવી શકો, જો કે એ માટે સ્મિતને કેટલી પ્રેક્ટિસ કરવી પડી હશે અને કેવી તકલીફ પડી હશે એ તો એને જ ખબર. સ્મિતના આ કાબિલેદાદ પરિણામનો યશ એના માતાના ફાળે વિશેષ જાય કારણકે હીનાબેન સ્મિતનો પડછાયો બનીને હંમેશા અને સતત એની સાથે રહ્યા છે. સ્મિતને શાળાએ લેવા મૂકવા જવા સહિતની તેનું બધું કામ કરવાની જવાબદારી એમણે હસતા મુખે નિભાવી. સ્મિતને ક્યારેય હતોત્સાહિત નથી કર્યો અને તું આ ન કરી શકે એવું નથી કહ્યું. અભ્યાસની સાથે પોતાનો ખર્ચો કાઢવા માટે સ્મિતને ઓનલાઇન બિઝનેસ કરવો હતો તો એમાં પણ એનો સાથ આપ્યો જેના પરિણામે દિવ્યાંગ દીકરો અભ્યાસ સાથે કમાણી કરવા માટે પણ સક્ષમ બન્યો. સ્મિતને યુપીએસસી પરીક્ષા પાસ કરીને આઇ.એ.એસ. થવાની ઈચ્છા હતી. હીનાબેન દીકરા સ્મિતને લઈને મહિના પહેલા મને રૂબરૂ મળવા અને માહિતી લેવા આવ્યા. લગભગ અમે કલાક જેવી વાત કરી હશે જેમાં સ્મિત કે એના મમ્મી પાસેથી એકપણ શબ્દ નબળો સાંભળવા મળ્યો નહોતો. માણસ મનથી વિકલાંગ ન હોય તો શારીરિક વિકલાંગતા ક્યારેય પ્રગતિમાં બાધારૂપ બનતી નથી. સ્મિતને એના સર્વોત્તમ પરિણામ માટે અભિનંદન અને ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ તેમજ હીનાબેનના માતૃત્વને વંદન.

You Might Also Like

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

TAGGED: education
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પશ્ચિમના ચિકિત્સા વિજ્ઞાનના ક્ષેત્રમાં સ્ત્રીઓ પરત્વે ભેદભાવ અન્યાય અને દ્વેશની ભાવના સર્વકાલીન
Next Article એવા સદગુરૂ ભાગ્યે જ મળે છે જે સાચો માર્ગ બતાવે!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?