રાજકોટમાં મહાપાલિકા દ્વારા વેક્સિનેશન માટે સુવિધા
હેલ્પલાઇન માટે નંબર જાહેર – 0281-2220600
રાજકોટ જિલ્લામાં દિવ્યાંગ અને અશક્ત જ નહીં પરંતુ તમામને ઘરે જઈને રસીકરણ, જ્યારે શહેરમાં કેટેગરી મુજબ સુવિધા
મનપાના સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી ફોન કરવાથી આરોગ્યની ટીમ ઘરે આવી રસી આપશે
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં 100 ટકા વેક્સિનેશનનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે મનપા આજથી 18 વર્ષથી ઉપરના દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત અને પથારીવશ લોકોને હવે ઘરે જઈને રસી આપશે. આ માટે એક હેલ્પલાઈન નંબર પર જાહેર કરવામાં આવ્યો છે. તેના પર ફોન કરવાથી આરોગ્યની ટીમ ઘરે આવીને રસી આપી જશે. જિલ્લામાં તમામ લોકોને રસી આપવા માટે ડોર ટુ ડોર રસીકરણ થઈ રહ્યું છે પરંતુ રાજકોટ શહેરમાં આ પ્રકારની સિસ્ટમ ન હતી.