ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
અખીલ વિશ્વ ગાયત્રી તિર્થ શાંતિકુંજ હરિદ્વાર થી પ્રસ્થાન થયેલ દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રા નું ગીરના પાટનગર તાલાલા શહેરમાં પધારતા જુના બસ સ્ટેન્ડ ચોકમાં રથયાત્રાનું ભાવિકોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.રથયાત્રાનું સામૈયું કરી વધામણાં બાદ ગીરીનામા ચોકમાંથી પ્રસ્થાન થયેલ દિવ્ય જયોતિ કળશ રથયાત્રા નગરના મુખ્ય માર્ગો ઉપર ઠેરઠેર નગરમાં વસવાટ કરતા તમાંમ સમાજના પરિવારોએ પુજન,મહાઆરતી કરી જ્યોતિ કળશ રથયાત્રા ઉપર પુષ્પવર્ષા કરી હતી.ત્યારબાદ રથયાત્રા ગાયત્રી મંદિરે પહોંચી હતી ત્યાં રથયાત્રા નું કળશધારી બાળાઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારબાદ યોજાયેલ દિપયજ્ઞ નાં કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં નગરજનો જોડાયા હતા.
બીજા દિવસે સવારે જ્યોતિ કળશ રથયાત્રા નગરના વિવિધ શેરી મહોલ્લામાં પરીભ્રમણ કરી નગરના મુખ્ય મંદિરો અને ધાર્મિક સ્થાનોમાં પધરામણી કરી હતી.તમાંમ સ્થાનો ઉપર ધર્મપ્રેમી ભાવિકોએ કળશ રથયાત્રા નું પુષ્પોથી સ્વાગત અને મહાઆરતી કરી દર્શન કર્યા હતા.બે દિવસના રોકાણ બાદ કળશ રથયાત્રા ઘુંસિયા ગીર,માલજીંજવા,ઉમરેઠી થઈ વેરાવળ પહોંચી હતી.તાલાલા નગરના ગૌરવવંતા ગાયત્રી પરિવાર આયોજીત બે દિવસના ધાર્મિક ઉત્સવમાં નગરના તમાંમ સમાજના લોકો વિશાળ સંખ્યામાં જોડાઈ રથયાત્રાનાં દર્શન કરી પ્રસાદ લઈ ધર્મલાભ લઈ ધન્યતા અનુભવી હતી.
- Advertisement -
તાલાલા પંથકના 9 ગામમાં કળશ રથયાત્રા નું ઉષ્માભર્યું સ્વાગત
અખીલ વિશ્વ ગાયત્રી તિર્થ શાંતિકુંજ હરીદ્વાર થી તાલાલા પંથકમાં પધારેલ દિવ્ય કળશ જયોતિ રથયાત્રાએ માધુપુર ગીર,સુરવા ગીર,આંકોલવાડી ગીર,મોરૂકા ગીર,ધાવા ગીર,રમળેચી ગીર,શ્રી બાઈ ધામ વિગેરે નવ ગામોમાં પધારેલ..તમામ ગામોમાં કળશધારી બાળાઓએ રથયાત્રા નું સ્વાગત કરી કળશ રથયાત્રાનો સત્કાર કર્યો હતો.તમામ ગામોમાં નીકળેલ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતાં.