ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.15/10/2023થી તા.16/12/2023 દરમિયાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 34 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને 5.7 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવી હતી.
ઉપરોકત કામગીરી મ્યુનિ. કમિશનર આનંદ પટેલની સુચના અને નાયબ કમિશનરના માર્ગદર્શન અન્વયે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઇજનેર એન.આર.પરમાર તથા નાયબ પર્યાવરણ ઇજનેર પી.સી.સોલંકી, વી.એમ.જીંજાળા અને ડી.યુ.તુવરની આગેવાની હેઠળ એસ.આઇ. તથા એસ.એસ.આઇ. દ્વારા પ્રતિંબંધીત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા નાગરિકઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલી હતી.