પાટણ અને મહેસાણા જીલ્લામાં એચ.આઈ.વી પોઝીટીવ સગર્ભા માતાઓના સાર સંભાળ અને કાળજી માટે GSNP+ દ્રારા ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી ના તકનીકી માર્ગદર્શન હેઠળ સ્વેતના- EMTCT પ્રોગ્રામ અંર્તગત જીલ્લાની તમામ એચ.આઈ.વી પોઝીટીવ સગર્ભા માતાની સારસંભાળ અને કાળજી લેવામાં આવે છે, સાથે સગર્ભા માતાને જીલ્લા કક્ષાએ એચ.આઈ.વી સાથે જીવતા લોકોનું સંગઠનમાં સ્વેતના પ્રોગ્રામમાં જોડાયેલી જિલ્લા ની સગર્ભા બહેનોને સરકારી યોજના સાથે જોડાણ, CSC-વિહાનની સેવાઓ અને રાશન કીટ સપોર્ટ આપવા બદલ જીલ્લા ઓફિસર શ્રી રાજેશભાઈ વાધેલા દ્રારા તમામ ટીમને એપ્રિસિએટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
જીલ્લા ઓફિસર શ્રી રાજેશભાઈ વાધેલા દ્રારા જણાવવામાં આવ્યું કે જીલ્લામાં એચ.આઈ.વી સાથે જીવતા લોકોને આરોગ્ય ની ઉતમ સારવાર મળે, દર્દીના સાર, સંભાળ અને કાળજી માટે જીલ્લા સંગઠનના વિવિધ પ્રોગ્રામ થકી સેવા મળે છે. જેમાં દર્દીને પરિવારની ભાવના કેળવાય અને અમેપણાની ભાવના કેળવાય છે.
- Advertisement -
જેઠી નિલેષ પાટણ