સાંતલપુર નજીક આજે સવારે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક કાર અચાનક પલટી મારી જતાં અંદર બેઠેલાં ૬ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. આ તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા.અકસ્માતમાં ઇજાગ્રસ્ત થનાર તમામ લોકોને સારવાર અર્થે રાધનપુર રેફરલ
હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં પુનાના જૈન પરિવારને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યુ છે.
પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના સીધાડા પાસે આજે સવારે કાર પલટી મારી ગઇ
હતી. પ્રાથમિક વિગતો અનુસાર પુનાનો જૈન પરિવાર કચ્છથી પૂનમ ભરવા શંખેશ્વર
જતો હતો. આ દરમ્યાન સીધાડા પાસે અચાનક કાર પલટી મારી જતાં ૬ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માતની ઘટનામાં કારને પણ મોટું નુકશાન થયુ છે. આ
તરફ સ્થાનિકો સહિતનાએ દોડી આવી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
- Advertisement -
જેઠી નિલેષ પાટણ.