પાટણ પ્રજાપતિ-સ્વામી પરિવાર ના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજી ના મંદિર પરિસર ખાતે બુધવારને પૂનમના પવિત્ર દિવસે પાટણના કુમારી કે.આર. પ્રજાપતિ પરિવાર દ્વારા ૨૮ કીર્તનની સેવાનું આયોજન ભક્તિમય માહોલ વચ્ચે કરવામાં આવ્યું હતું.
ભગવાન શ્રી પદ્મનાભજી ની ૨૮ કીર્તનની આ મહા સેવાના ધાર્મિક પ્રસંગે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના સેવક મહંતો દ્વારા સુંદર મજાની ભગવાનની ૨૮ કીર્તન ની સેવા સંગીત ના સુમધુર સૂર વચ્ચે કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે ભગવાનની રંગબેરંગી ફૂલોની આંગી રચના કરવામાં આવી હતી. ૨૮ કીર્તન ની સેવા બાદ ભાવિક ભક્તોએ ભગવાન શ્રી પદમનાભજી ની દાળ રોટીનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ તેમજ શ્રી પદ્મનાભ વિકાસ સમિતિના સભ્યો સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જેઠી નિલેષ પાટણ.