પાટણ ની ખ્યાત નામ યુ ટ્યુબ ચેનલ સર્જક નો સંવાદ અનેક લોકો ના ઇન્ટરવ્યુ કરે છે. જેમાં આઇ.એ.એસ, આઇ.પી.એસ, સંતો મહંતો, રાજકારણ સાથે જોડાયેલી વ્યક્તિઓ તથા દરેક ફિલ્ડ સાથે જોડાયેલી નામી-અનામી વ્યક્તિઓ ના જીવનવિષયક ઇન્ટરવ્યુ કરે છે. જેમાં ગઇ કાલે ભુતપૂર્વ કે બિનેટ મંત્રી અને ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ ના રાજ્ય મંત્રીશ્રી ડૉ.જય નારાયણભાઇ વ્યાસ નું ઈન્ટરવ્યું કર્યું હતું. જેમાં વ્યાસ સાહેબ સાથે નું ઈન્ટરવ્યું ટુંક સમયમાં “સર્જક નો સંવાદ “ચેનલ માં રિલીઝ થશે. આ ઇન્ટરવ્યુ મા વ્યાસ સાહેબ ના સમગ્ર જીવન ની સફર ની વાત કરવામાં આવી છે.એમના અનુભવો અને યુવા વર્ગ ને આવનારા સમયમાં નવી દિશા અને રાહ મળશે એ ચોક્કસ છે. પોતાના સમગ્ર જીવન નો નિચોડ રૂપ આ ઇન્ટરવ્યુ સમાજમાં એક ફળદ્રુપ વિચાર ધારા નું નિર્માણ કરશે. સર્જક નો સંવાદ ચેનલના ડાયરેકટર અને એન્કર પરેશભાઈ લિમ્બાચિયાએ ધારદાર સવાલો પૂછીને ને ઇન્ટરવ્યુ ને ખુબ રસરંગત બનાવ્યો છે. જેમાં પત્રકાર શૈલેષભાઈ.બી.નાયી (વામૈયા) અને રાહુલભાઈ દરબાર નું વિશેષ યોગદાન રહ્યું હતું . પત્રકાર શૈલેષભાઈ.બી.નાયી (વામૈયા) નું સમગ્ર સર્જક નો સંવાદ ટીમે આભાર વ્યક્ત કર્યો હતો. ને ડૉ.જય નારાયણ વ્યાસ સાહેબ નુ “સર્જક નો સંવાદ “ટીમે સન્માન પત્ર આપી ને સન્માનિત કર્યાં હતાં.
- Advertisement -
જેઠી નિલેષ પાટણ.