બ્રોશરમાં દર્શાવેલી એમેનિટીઝ ન અપાતા ફ્લેટધારકોમાં રોષ ફરિયાદ કરવા સોસાયટી દ્વારા સર્વાનુમત્તે ઠરાવ પસાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
- Advertisement -
રાજકોટના નામાંકિત બિલ્ડરો તેમજ આર્કિટેક જેવા કે જીત સાપરીયા, યોગેશ ગરાળા, પ્રિયંક પાંચાણી, આર્કિટેક જવાહરભાઈ મોરી, તુલેશ સરોડીયા, ભુપેશ ગોવાણી, ગીરીશ ગોવાણી, શિલ્પાબેન સાપરીયા, કેલ્વીન માકડીયા, વિઠલદાસ ભાલોડીયા, દિલીપકુમાર ગોવાણી વગેરેએ શુભજીવન ડેપલોપર્સના નામથી ભાગીદારી પેઢી બનાવીને કાલાવાડ રોડ ઉપર કોસ્મોપ્લેક્ષ ટોકીઝ પાછળ આવેલા મુંજકા રેવન્યુ સર્વે નં. 21 પૈકીની જમીન જે મુળ જીવનલાલ ગોવાણી વિગેરેની આવેલી હતી તેમની સાથે જોઈન્ટ વેન્ચરમાં સેરેનીટી ગાર્ડનના નામથી રેસિડેન્સીયલ પ્રોજેક્ટ બનાવેલ હતો. જેમાં કુલ 230 ફ્લેટ બનાવેલા હોય તેમજ આ પ્રોજેક્ટ જ્યારે લોન્ચ કર્યો ત્યારે તેઓએ આ પ્રોજેક્ટની સાથે લે-આઉટ પ્લાનમાં દર્શાવેલ આશરે 1400 નામ કોમન પ્લોટ નં. સી-માં આ પ્રોજેક્ટના રહીશો માટે ફુલ એમેનીટીઝ માટેનું કલબ હાઉસ બનાવવાનું અને તેમજ અન્ય આ પ્રોજેક્ટ વખતે નક્કી થયેલા આઉટ ડોર ગાર્ડન, ટેનીસ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, વોલીબોલ તેમજ સિનિયર સિટીઝન સીટીંગ એરિયા તેમજ ઈનડોર ગેમ, જીમ, થિએટર, યોગહોલ સહિત તમામ સુવિધા આ પ્રોજેક્ટમાં આપવાની હોય તેવું બિલ્ડરો દ્વારા તૈયાર કરવામાં આવેલા બ્રોશરમાં દર્શાવેલું છે પરંતુ બ્રોશરમાં દર્શાવેલી એમેનિટીઝમાંની કોઈ એમેનિટીઝ આપવામાં આવી નથી.
વધુમાં આ સોસાયટીના કોમન પ્લોટમાં કલબ હાઉસની સુવિધા તેમજ એમેનિટીઝ નથી મળવાની તે બાબત આ પ્રોજેક્ટમાં ફલેટ ખરીદનાર આસામીઓના ધ્યાનમાં આવેલ ત્યારે બિલ્ડરોને આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી અને જો ન આપે તો કાયદાકીય કાર્યવાહી કરવાનું પણ કહેવામાં આવ્યું, તેથી તે સમયે વિવાદ ટાળવા અને સોસાયટીના બનેલા એસોસિએશનને શાંત કરવા માટે બિલ્ડરો દ્વારા ટેમ્પરરી રીતે આ પ્રોજેક્ટને લાગુ 456 વાર જેટલી અન્ય સર્વે નંબરમાંથી જમીનના પ્લોટ ખરીદ કરી તેમના ઉપર કલબ હાઉસ જેવું દેખાય તેવું ચાર માળનું બિલ્ડિંગ તૈયાર કરી માત્ર જીમ, હોલ, થિયેટર જેવી ટેમ્પરરી સુવિધા ઉભી કરી બિલ્ડરો દ્વારા જે આઠ વિંગ આવેલી છે તેના દરેક વિંગ વાઈઝ અલગ એ.ઓ.પી. બનાવીને તેમાં વપરાશના હક્કો કાયમી સોસાયટીના રહીશોના રહેશે તેવું ઉલ્લેખ કરી રજીસ્ટર કરાવી આપી.
- Advertisement -
બાદમાં આ મિલ્કતનો દસ્તાવેજ સોસાયટીના બનેલા ઓનર્સ એસોસિએશનને કરી આપશે તેવી ખાત્રી પણ આપી હતી, પરંતુ આ દસ્તાવેજ કરી આપવા માટે એસોસિએશન દ્વારા વારંવાર કહેવા છતાં પણ બિલ્ડરોએ દસ્તાવેજ ન કરી આપતા નાછુટકે સેરેનીટી ઓનર્સ એસોસિએશન દ્વારા ઠરાવ કરી અને બિલ્ડરો વિરૂદ્ધ રીયલ એસ્ટેટ એન્ડ રેગ્યુલરાઈઝ એક્ટ અન્ય રેરામાં ફરિયાદ કરવી પડી. આ ફરિયાદની જાણ બિલ્ડરોને થતાં આ ફરિયાદ એસોસિએશન પરત ખેંચી લે તે માટે કમિટીની સભ્યો ઉપર દબાણ લાવવા માટે પહેલા માનહાની નોટીસો તેમજ બાદમાં કોર્પોરેશનમાં ખોટી અરજીઓ કરી બહારના ભાગે બિલ્ડર દ્વારા બનાવેલા બાળકો માટેના પીક-અપ ડ્રોપ સ્ટેન્ડનું ખોટી રીતે કોર્પોરેશનના હાથે ડિમોલીશન કરાવી અને બાદમાં જે સભ્યો રેરા કમિટીમાં કામ કરી રહ્યા છે તેઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ કાયદા અન્વયે ફરિયાદ અરજી કરવામાં આવી છે.
જે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થતાં જ સમગ્ર એસોસિએશન અને સોસાયટીના સભ્યોએ હકીકત બહાર લાવવા અને ખોટી ફરિયાદના આધારે અધિકારીઓ દ્વારા સોસાયટીના સભ્યો ઉપર ખોટો ગુનો દાખલ ન થાય તે હેતુ કલેકટરને સમગ્ર હકીકત સાથે એક રજૂઆત સોસાયટીના 200થી વધારે ફલેટધારકોએ રૂબરૂ જઈને આવેદન અને બિલ્ડર વિરૂદ્ધ પુરાવા આપ્યા ત્યારબાદ કલેકટરે તમામ પ્રકારનો સહકાર આપવાની ખાત્રી આપી હતી.