અફલાતુન લાઈટિંગ- LED- એલોય ટ્રસનું જાજરમાન સ્ટેજ: વિશાળ ગ્રાઉન્ડ ખેલૈયાઓને આવકારવા માટે આતુર, લોકગાયિકા ગીતા રબારીએ સહિયર રાસોત્સવથી અભિભૂત થઈ પ્રશંસા કરી
ખાસ-ખબર સંવાદદાતા
આ વર્ષે પણ સહિયર રાસોત્સતવનું જબરદસ્તા આયોજન થયું છે. સહિયર કલબના ચેરમેન સુરેન્દ્ર સિંહ વાળા અને તેની ટીમ ખેલૈયાઓને ઝુમાવવા સજ્જ છે. જેનું પાસ બુકિંગ બંધ થઈ ગયું છે. ક્રેડીટ બુલ્સના સહયોગથી સહિયર રાસોત્સવ ખેલૈયાઓને આવકારવા માટે આતુર છે. રેસકોર્સ ગ્રાઉન્ડ પર જાજરમાન રાસોત્સવનું ભવ્યાતિભવ્ય સેટઅપ તૈયાર થઈ ચુક્યું છે. વિશાળ પટાંગણ એલઈડી લાઈટ્સથી ઝળહળી રહ્યું છે. ગ્રાઉન્ડને ખેલૈયાઓની સુવિધા માટે ફ્લોરીંગ કરવામાં આવ્યું છે. પ્રેક્ષકો માટે ગેલેરીમાં ખુરશીની વ્યવસ્થા અલાયદી બની રહેશે.
ગ્રાઉન્ડ પર બારીકાઈથી ઓછા સમયમાં ગતિમાન કરાવી સમાજ કલ્યાણ સમિતિ તથા સહિયર રાસોત્સવના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા તથા આયોજકો શ્રી કૃષ્ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, ચંદુભા પરમાર, વિજયસિંહ ઝાલા, ક્રિષ્નપાલસિંહ વાળાએ સહિયર રાસોત્સવને આખરી ઓપ આપ્યો છે.
સૌનું ધ્યાન ખેંચે તેવું આકર્ષક રીતે સ્ટેજ તૈયાર કરાયું છે. સંપૂર્ણપણે એલોય ટ્રસ બેઝ સ્ટેજને આજના સમયનો લુક આપવા માટે એલઈડી સ્ક્રીન, એમ.આઈ.બાર તથા હાઈટેક લાઈટીંગથી સજાવાયું છે. ગેલેક્સી ગૃપ આયોજીત વેલકમ નવરાત્રીમાં આવેલા જાણીતા લોકગાયિકા ગીતા રબારીએ સહિયરથી ભરપૂર પ્રશંસા કરી હતી અને સહિયરની સ્ટેજ વ્યવસ્થાને બીરદાવી હતી. લગભગ બે મહિનાથી રાસોત્સવને જાજરમાન બનાવવાની આયોજકોની મહેનત રંગ લાવી હોય તેમ ખેલૈયાઓ પણ સહિયરના સ્ટેજ તથા ગ્રાઉન્ડની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે. ત્યારે ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ સૌરાષ્ટ્રવાસીઓને સહિયરમાં રાસે રમવા અપીલ કરી છે. ગુજરાતના શ્રેષ્ઠ ગાયકો હમેશાં સહિયરની પ્રથમ પંસદગી બને છે. આ વર્ષે સહિયરમાં રીયલ આર્ટ માણવા મળશે. જેમાં રાહુલ મહેતા, અપેક્ષા પંડયા, તેજસ શિશાંગીયા મન મૂકીને મોજ કરાવશે. રિધમ સેક્શયનમાં ગુજરાતના ટોપ મોસ્ટ. રીધમીસ્ટિ હિતેષ ઢાંકેચા લીડ કરશે. જયારે મંચ સંચાલન અને સંગીત સંચાલન જીલ એન્ટોરટેઈનમેન્ટી તેજસ શિશાંગીયા સતત 23માં વર્ષે કરશે. અત્યાનરસુધી સહિયર રાજકોટ બેસ્ટા બની રહ્યું છે. હવે રાજકોટ શ્રેષ્ઠ બનવા માટે તમામ આયોજકોએ નગારે ધા કરી.. કમર કસી છે. ત્યાીરે રાજકોટના રાસના ખેલૈયાઓને સહિયર નિમંત્રીત કરે છે.