ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર તરફથી રમતા જૂનાગઢના પાર્થ ભૂતનુ ઈરાની કપ મા ઐતિહાસીક પ્રદર્શન રહ્યું હતું જેમાં પહેલી ઈનિગ્સ માં રેસ્ટ ઓફ ઇન્ડિયા ટીમ સામે પાર્થ ભૂત એ 5 વિકેટ લીધી હતી તેમજ બીજી ઇનિંગ્સમા રેસ્ટ ઓફ ઇન્ડિયા ટીમ સામે 7 વિકેટ લઈ એકજ મેચ મા 12 વિકેટ લઈ ઇતિહાસ રચ્યો છે. જે બદલ જૂનાગઢ જિલ્લા ક્રિકેટ એસો.પ્રમુખ પાર્થ કોટેચા, ઉપ પ્રમુખ પાર્થ ધુલેસિયા, સેક્રેટરી અર્જુન રાડા એ પાર્થ ભૂતને અભિનદન પાઠવ્યા હતા. તેમજ પાર્થ ભૂતની સફળતા પાછળ તેમના કોચ ગૌતમ બાબરીયા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.પ્રમુખ જયદેવ શાહ અને તેમની ટીમનો આભાર માન્યો હતો.