-પરિણીતીએ પતિ માટે વ્રત પણ રાખ્યું
બોલિવુડ એકટ્રેસ પરિણીતી ચોપરાની આ વખતે પ્રથમ કરવાચોથ હતી, જેની ઝલક સોશ્યલ મિડિયા પર જોવા મળી હતી. પરીણીતીએ પોતાની ખાસ મહેંદીની સાથે તે કપડા પણ દેખાડયા જે પહેલી કરવા ચોથ માટે હતા.
- Advertisement -
પરીણીતી કરવા ચોથના દિવસે આતુરતાથી ચાંદનો ઉગવાની રાહ જોતી હતી. દરમ્યાન તેણે પોતાની મહેંદી અને કપડાની ઝલક દેખાડી હતી. પરિણીતીએ લગ્ન પ્રસંગે ક્રિમ કલરનો લહેંગો પહેર્યો હતો પણ કરવા ચોથે બ્રાઈટ મરૂન કલરનું ઘરચોળુ પહેર્યું હતું. જેની ઝલક ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલી તસ્વીરોમાં જોવા મળે છે. આ તસ્વીરોમાં પરીણીતીની મહેંદીની સાથે સાથે એ આઉટફીટની પણ ઝલક જોવા મળી, જે તેણે ખાસ કરીને પ્રથમ કરવા ચોથ માટે બનાવી હતી.
View this post on Instagram- Advertisement -
પરિણીતીના હાથમાં પિંક કલરનો ચૂડલો પણ નજરે પડે છે.તેની મહેંદી પણ ખૂબ જ ખાસ છે. તેમાં એક દુલ્હનના રૂપમાં સજેલી એક નવવધુનુ ચિત્ર બનાવાયું છે.જે ચારણીમાંથી ચાંદને જોઈ રહી છે. પરીણીતીએ આ તસ્વીરો શેર કરી લખ્યું-વેઈટીંગ, મતલબ તે ચાંદ નીકળવાની આતુરતાથી રાહ જોઈ રહી છે.