જો કે કાશ્મીર રાગ યથાવત : હવે લદાખનો પણ ઉલ્લેખ : વિદેશમંત્રી એસ.જયશંકરનો સંદેશ : વાતચીત ફકત ઙ.ઘ.ઊં. કયારે ખાલી કરો છો તેના પર જ થશે : નકલખોર પાક પીએમ વધુ એક એરબેઝ પહોંચ્યા
ઓપરેશન સિંદુરની ડિપ્લોમેટિક અસર પણ દેખાવા લાગી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ‘નકલ’ કરીને પાક સૈન્યના સરહદી સહિતના મથકોની મુલાકાત લઈ રહેલા પાક વડાપ્રધાન શ્રી નવાઝ શરીફે ભારત સાથે કાશ્મીર સહિતના મુદે મંત્રણા કરવા તૈયારી દર્શાવી છે.
પાકના પંજાબમાં એરબેઝ પર મુલાકાત સમયે શરીફે દાવો કર્યો કે અમોએ યુદ્ધ વિરામ કરાવ્યુ છે. કમારા એરબેઝ પર તેઓએ પાક સૈન્યના જવાનોને સંબોધતા કહ્યું કે અમો ભારત સાથે શાંતિ વાતચીત કરવા તૈયાર છે પણ તેઓએ તેમાં જમ્મુ-કાશ્મીર-લદાખ મુદો હોવો જરૂરી હોવાનું ઉમેરીને હવે ફરી કાશ્મીર દાગ છેડયો છે.
- Advertisement -
જો કે ભારતે અગાઉ જ સ્પષ્ટ કરી દીધુ છે કે, પાક સાથે હવે જો કોઈ વાટાઘાટ થશે તો તે ત્રાસવાદ અને પાક. કબ્જાનું કાશ્મીર કયારે ખાલી થાય તેના પર જ હશે. ભારત અનેક વખત એ સ્પષ્ટ કરી ચૂકયુ છે કે જમ્મુ-કાશ્મીર એ ભારતનો અવિભાજય ભાગ છે અને તેના મુદે કોઈ વાતચીત થઈ શકે નહી પણ પાકના તેવર હવે ઠંડા પડયા છે તે નિશ્ચિત છે. ભારતે પાક વડાપ્રધાનના આ વિધાન પર કોઈ સતાવાર પ્રઈયાઘાત હજુ આપ્યા નથી પણ હાલમાં જ વિદેશમંત્રી શ્રી એસ.જયશંકરે દિલ્હીમાં હોન્ડારૂસના દૂતાવાસના પ્રારંભ સમયે બહુજ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કાશ્મીર પર ચર્ચા માટે ફકત એક જ મુદો બાકી છે અને તે પાક કયારે તેના કબ્જાનું કાશ્મીર ખાલી કરે છે તેના પર અમો વાટાઘાટ માટે તૈયાર છીએ.
શરીફે ભારતના વાટાઘાટના ટેબલ પર લાવવા આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી હતી.
ભારત-પાક વચ્ચેના એક મીની યુદ્ધ બાદ જે રીતે યુદ્ધ વિરામ થયું તે તા.18 સુધીનું જ હોવાનું જણાવીને પાકના વિદેશમંત્રીએ ઈશાક દારે જણાવ્યુ કે બાદમાં બન્ને દેશોના ડિરેકટર જનરલ ઓફ મિલીટ્રી ઓપરેશન આગળ નિર્ણય લેશે. તા.10 મે ના રોજ ભારત-પાક વચ્ચે યુદ્ધ વિરામની સંમત બની હતી અને તે દિવસે રાત્રીના બે-ત્રણ કલાક સુધી પાક.ના ડ્રોન વિ. હુમલાને મારી હટાવાયા હતા પછી પાક સૈન્ય શાંત થઈ ગયુ છે અને બન્ને દેશોના ડિરેકટર જનરલ ઓફ મિલીટ્રી ઓપરેશન સતત સંપર્કમાં છે.