ભારત સામે સંપૂર્ણ તાકાત સાથે લડીશું : પાકિસ્તાનના રાજદૂત
ખાસ-ખબર ન્યૂઝ ઇસ્લામાબાદ, તા.5
- Advertisement -
પાકિસ્તાને ફરી એકવાર ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી છે. રશિયામાં પાકિસ્તાનના રાજદૂત મોહમ્મદ ખાલિદ જમાલીએ રસિયા ટીવી સાથે વાત કરતા કહ્યું કે જો ભારત સાથે યુદ્ધ થશે તો પાકિસ્તાન પરમાણુ હથિયારનો ઉપયોગ કરશે. લીક થયેલા દસ્તાવેજોનો હવાલો આપતા ખાલિદે દાવો કર્યો હતો કે ’ભારત પાકિસ્તાનના કેટલાક વિસ્તારો પર હુમલો કરશે.’ આવી સ્થિતિમાં પાકિસ્તાન સંપૂર્ણ તાકાતથી ભારત પર હુમલો કરશે.
આ પહેલા પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીએ ભારત પર પરમાણુ બોમ્બથી હુમલો કરવાની ધમકી આપી હતી. અબ્બાસીએ કહ્યું હતું કે ભારત માટે શાહીન, ઘોરી અને ગઝનવી જેવી 130 મિસાઇલો રાખવામાં આવી છે.
આ ઉપરાંત, પીઓકે માટે 1 અબજ પાકિસ્તાની રૂૂપિયાનું ભંડોળ પણ બનાવવામાં આવ્યું છે. આ ભંડોળ દ્વારા, કઘઈની આસપાસના વિસ્તારોમાં ઘઉંના લોટનો પુરવઠો, જીવનરક્ષક દવાઓની ખરીદી વગેરે જેવી જરૂૂરિયાતો પૂરી કરવામાં આવશે.
પાકિસ્તાનનું માહિતી મંત્રાલય આજે વિદેશી મીડિયાને કઘઈ ની મુલાકાત પર લઈ જશે. આ દ્વારા, પાકિસ્તાન પીઓકેમાં આતંકવાદી કેમ્પ હોવાના ભારતના આરોપોને ખોટા સાબિત કરવા માંગે છે. પાકિસ્તાનના માહિતી મંત્રાલયે આ માટે એક પ્રેસ રિલીઝ પણ જાહેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વિદેશી મીડિયાને એવી જગ્યાઓ પર લઈ જવામાં આવશે જ્યાં ભારત આતંકવાદી કેમ્પ હોવાનો દાવો કરે છે. પાકિસ્તાને ભારત પર કઘઈ પર આતંકવાદી ઠેકાણાઓ વિશે પાયાવિહોણા દાવા કરવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત, પાકિસ્તાને તેના બંદરોમાં ભારતીય ધ્વજવાળા જહાજોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. ભારતે પહેલાથી જ પાકિસ્તાની ધ્વજવાળા જહાજો પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારતે પાકિસ્તાનથી આવતા તમામ માલની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. હવે પાકિસ્તાનથી સીધું કે અન્ય કોઈ માર્ગે કંઈપણ ભારત લાવી શકાશે નહીં.
આ નિર્ણય દેશ અને જનતાની સુરક્ષાના હિતમાં લેવામાં આવ્યો છે. આ નિયમ તાત્કાલિક અમલમાં આવ્યો છે. સરકારે એક જાહેરનામું બહાર પાડ્યું છે. એવું કહેવામાં આવ્યું હતું કે જો કોઈને આ પ્રતિબંધમાંથી મુક્તિ જોઈતી હોય તો તેણે પહેલા ભારત સરકારની મંજુરી લેવી પડશે.



