ગુજરાતનું અદ્ભૂત અનન્ય સ્વાસ્થ્ય સેવા મોડેલ
દર્દીઓ માટે પંખાની સગવડ પણ નથી, દર્દીનાં સગાઓ ઘરેથી ટેબલ ફેન લઈને આવે છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સાજાને માંદા કરે અને માંદાને વધુ માંદા કરે તેવી હોસ્પિટલ એટલે રાજકોટની ‘પદ્મકુંવરબા હોસ્પિટલ’. હાલ ઉનાળાની સીઝનમાં તાપમાનનો પારો 42 ડિગ્રીથી ઉપર પહોંચી ગયો છે ત્યારે રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલના વોર્ડમાં લાઈટ-પંખાની પણ સુવિધા નથી. ‘ખાસ-ખબર’ની ટીમે ગઈકાલે શુક્રવારે સાંજે પદ્મકુંવરબા હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તમામ દર્દીઓને પડતી મુશ્કેલીને કેમેરામાં કેદ કરી હતી.
ગંદકીના ગંજ, અવ્યવસ્થા, હાલાકી, બીમારીથી ખદબદતી હૉસ્પિટલ
- Advertisement -
આ હોસ્પિટલના સગર્ભા વોર્ડમાં છત પર પંખાના પાઈપ ટીંગાઈ રહ્યા છે પણ પંખાના કોઈ નામોનિશાન નથી. ઠેર-ઠેર ગંદકીના ગંજ ખડકાયા છે. બારીના કાચ તૂટેલા-ફૂટેલા છે, જ્યાં જુઓ ત્યાં પાન-ફાકીની પીચકારીઓ, દર્દી માટેનાં ખાટલાઓ પરના ગાદલાં તો જાણે વર્ષોથી સાફ જ ન થયા હોય એવા જોવા મળ્યા હતા.
હાલ ગરમીની સીઝન ચાલી રહી હોવા છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા પંખા રીપેર કરાવવા કે નવા લગાડવા સુદ્ધાની કોઈ તસ્દી લેવામાં આવી નથી. હોસ્પિટલમાં સારવાર લેતી સગર્ભા સ્ત્રીઓ અને નવજાત બાળકોની આકરી ગરમીમાં અત્યંત દયનીય પરિસ્થિતિ થઈ છે. દર્દીના સગાઓ પોતાના ઘરેથી ટેબલફેન અને કુલર લઈ આવવા માટે મજબૂર બન્યા છે.
તરફડતાં દર્દીઓ, મૃતપાય સ્વાસ્થ્ય સેવા, બેદરકાર સ્ટાફ, નિંભર મેનેજમેન્ટ