875 પરીક્ષાર્થી પૈકી RDC બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર પ્રકાશ શંખાવલા બૅન્કિંગ ક્ષેત્રેની પરીક્ષામાં સૌરાષ્ટ્રમાં પ્રથમ, કેન્દ્રમાં ત્રીજા સ્થાને
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
- Advertisement -
ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંક ફેડરેશન અને કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી. અમદાવાદ સહઆયોજીત ગુજરાતની કો-ઓપરેટીવ બેંકોના હભફલ મનોલ બનોલ હહફ સહીતના એકઝીક્યુટીવ અને સિનીયર લેવલ સ્ટાફ મેમ્બર માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવેલ. વિવિધ વિષયો ઉપર સપ્તાહના દર શુક્રવારે ઓનલાઇન દસ રાઉન્ડ રાખવામાં આવેલ જે તા.19-01-ર0ર4 ને શુક્રવારથી પ્રારંભ થઇ તા.રર-03-ર0ર4 એ પૂર્ણ થયેલ. આશરે અઢી માસ(દશ સપ્તાહ) ચાલેલ સ્પર્ધાત્ક પરીક્ષામાં રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના વિવિધ માસ્ટર સરક્યુલર-ડિરેકશન, લોન્સ એન્ડ એડવાન્સીસ, રૂપી ડિપોઝીટ અને ઇન્ટરેસ્ટ રેઇટ ફ્રેમવર્ક, ઇન્વેસ્ટમેન્ટ, હચચલ કીચલ લિક્વીડીટી, શેર કેપીટલ, બેલેન્સ શીટ અને એકાઉન્ટીંગ, હયુમન રીસોર્સ, ઇન્ટરનલ ક્ધટ્રોલ, કસ્ટમર સર્વિસ અને સેઇફ ડિપોઝીટ લોકર, સાયબર સિક્યુરીટી ફોર બેંક, વેરીયસ ટાઇપ ઓફ રીસ્ક મેનેજમેન્ટ/મીટીગેશન તથા જનરલ બેંકીંગ, મરણોતર કલેઇમ, રીક્વરી, લીગલ, બેંકીંગ રેગ્યુલેશન એકટ, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એકટ, મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ સોસાયટી એકટ, સિક્યુરીટાઇઝેશન એકટ, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ જેવા કો-ઓપરેટીવ બેંકોને લાગુ કાયદાઓના વિષયોને સમાવિષ્ટ કરવામાં આવેલ. જેમાં ગુજરાતની ર14 કો-ઓપરેટીવ બેંકોના સિનીયર લેવલ અધિકારીઓને આમંત્રીત કરવામાં આવ્યા હતાં.
આ સ્પર્ધાત્મક પરીક્ષામાં 87પ બેંક અધિકારીઓએ નોમીનેશન કરાવેલ. ત્યારબાદ આયોજકો દ્વારા સમયાંતરે સુચના, માહિતીઓ અને રાઉન્ડ વાઇઝ રીઝલ્ટ આપવા માટે દરેક ઓનલાઇન રાઉન્ડમાં પ્રથમ પાંચપરીક્ષાર્થીને જયારે ઓફલાઇન પરીક્ષામાં પ્રથમ રપ સફળતા મેળવનારાઓ મળી કુલ 7પ પરીક્ષાર્થીને પુરુસ્કૃત કરવામાં આવ્યા હતાં.
ધિ રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી.ના ડેપ્યુટી જનરલ મેનેજર પ્રકાશ શંખાવલા દસ રાઉન્ડ પૈકી ત્રણ રાઉન્ડમાં પ્રથમ પાંચમાં સમાવિષ્ટ થયેલ અને દસ રાઉન્ડના એકત્રીત માર્કસ જોતા તેઓનો પાંચમો નંબર આવેલ. સદર રાઉન્ડ પૈકી પ્રથમ પચાસ આવનાર પાર્ટીશીપેન્ટને તા.13-04-ર0ર4 ને શનિવારના રોજ કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી-અમદાવાદ મુકામે ફાઇનલ ઓફલાઇન પરીક્ષ્ાા માટે પસંદગી કરવામાં આવેલ. જેમાં પ્રકાશ શંખાવલાનો ફાઇનલ રાઉન્ડમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમાંક અને કેન્માં ત્રીજો ક્રમાંક મેળવી બેંકનુ ગૌરવ વધાર્યું છે.
- Advertisement -
ટોપ રેંકીંગ ઉપર સફળતા મેળવનાર પ્રકાશ શંખાવલા જણાવે છે કે, કોઈ વ્યક્તિને પ્લેટફોર્મ મળવુ, કામગીરી કરવાની તક મળવી, પથ દર્શક અને માર્ગદર્શક મળવા એ જ બહુ મોટી વાત કહી શકાય અને આ તમામ બાબતો મને પૂજય જયંતિભાઇ કુંડલીયા, વંદનીય બિનાબેન કુંડલીયા અને મારા ગુરૂ અને પથદર્શક અને મારા ઘડતરમાં જેનુ ખુબ મોટુ યોગદાન રહ્યુ છે તેવા આર.સી.સી. બેંકના ડો. પુરૂષોત્તમ પીપરીયા પાસેથી મળેલ છે.
આ તકે ડો. બીનાબેન કુંડલીયા જણાવે છે કે, સને ર013માં ડેપ્યુટી જનરલ મેનેજર ની ખાલી પડેલ પોસ્ટ માટે જાહેરાત પ્રસિધ્ધ થતા પ્રકાશ શંખાવલાએ નોમીનેશન કરેલ જેમા તેમનુ ક્વોલીફીકેશન, અનુભવ અને ઇન્ટરવ્યુ લઈ રીક્રુટમેન્ટ કમીટીએ તેમની કલાર્કમાંથી સીધા ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે પસંદગી કરેલ ત્યારથી તેઓ બેંકની તમામ જવાબદારી સફળતા પૂર્વક અને પારદર્શક્તાથી સંભાળી રહ્યા છે સાથે સાથે પીપરીયા સાહેબના વિચારોને આગળ વધારતા પીપરીયા સાહેબના માર્ગદર્શન અને રાહબારી હેઠળ બેંકને લગતા જુદા-જુદા વિષયો ઉપર સૌરાષ્ટ્ર-કચ્છ ફેડરેશન, અમરેલી, ભાવનગર અને બોટાદ, જામનગર, રાજકોટ સહીતના જીલ્લા સંઘમાં યોજાયેલ અર્બન કો-ઓપરેટીવ બેંકોના સેમીનારમાં બેંકીંગ, લીગલ, રીક્વરી, લોન, સાઇબર સીક્યુરીટી સહીત જુદા-જુદા વિષયો ઉપર કિ-નોટ સ્પીકર તરીકેની ભુમીકા અદા કરી રહ્યા છે.
આ તકે પીપરીયા સાહેબ જણાવે છે કે, બેંકિંગ ક્ષેત્રમાં પ્રકાશ શંખાવલા એન્સાયકલોપિડીયા તરીકે જાણીતા છે તે આર.સી.સી. બેંક માટે ગૌરવસમાન બાબત છે. પ્રકાશ શંખાવલાએ બેંકમાં રીક્વરી અને બેંકની લીગલ કાર્યવાહીમાં કો-ઓપરેટીવ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર થી લઇ નામદાર લવાદ કોર્ટ, સીવીલ કોર્ટ, ડિસ્ટ્રીકટ કોર્ટ, નામદાર હાઇકોર્ટ થી લઇ નામદાર સુપ્રીમ કોર્ટ-ન્યુ દિલ્હી સ્ટેટ અને નેશનલ ક્ધઝયુમર ફોરમ, કો-ઓપરેટીવ ટ્રિબ્યુનલ, બોર્ડ ફોર ઇન્ડસ્ટ્રીયલ એકટ ફાઇનાન્સીયલ રીકંસ્ટ્રકશન(બાયફર)-ન્યુ દિલ્હી તેમજ અન્ય સક્ષ્ામ સતાધિશ સમક્ષ્ા બેંક વતી હાજર રહી સફળતા પૂર્વક બેંકનુ પ્રતિનિધિત્વ કરેલ અને રીઝલ્ટ ઓરીએન્ટેડ કામગીરી કરી હતી.
આ તકે બેંકના જુલીબેન પીપરીયા જણાવેલ છે કે, પ્રકાશભાઇ શંખાવલા સાથે મને પણ કામ કરવાની તક મળે છે જેને લઇને હરરોજ કોઇને કોઇ બાબતે નોલેજ સેરીંગ અને નોલેજ અપડેટ થવાનો મોકો મળે છે તેમજ દેશ ભરની સહકારી બેંકો માટે પ્રકાશ શંખાવલા પથદર્શક તરીકે સરાહનીય સેવા પ્રદાન કરી રહૃાા છે તે ખૂબજ સરાહનીય બાબત છે. બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ તેમજ સ્ટાફ પરીવાર અને ગુજરાતની કો-ઓપરેટીવ બેંકો સહીતનાઓએ પ્રકાશ શંખાવલાને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવેલ છે.