રાજકોટ મનપા રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન તથા સ્વનિર્ભર શાળા સંચાલન મંડળના સંયુકત ઉપક્રમે આગામી તા.5 ને રવિવાર ના રોજ સાયક્લોફનનું આયોજન કરેલ છે તેમાં વધુમાં વધુ શહેરીજનો જોડાય તેવી અપીલ મેયર ડો.પ્રદિપ ડવ સહિતના પદાધિકારીઓ અને સંસ્થાના હોદેદારો કરેલ છે
વધુમાં મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન પરેશભાઈ પીપળીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, ફીટ રાજકોટ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન દ્વારા ઘણા વર્ષોથીસાયક્લોફનનું આયોજન કરવામાં આવે છે. જેના અનુસંધાનેરાજકોટ મહાનગરપાલિકા રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન તથા સ્વનિર્ભર શાળા સંચાલન મંડળના સંયુક્ત ઉપક્રમેઆગામી તા.05/02/2023ના રોજસાયક્લોફનનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનમાંવધુમાં વધુ શહેરીજનો જોડાય તેવી મેયર ડો.પ્રદિપ ડવ સહિતના પદાધિકારીઓ અને સંસ્થાના હોદેદારોએ અપીલ કરેલ છે.
આ કાર્યક્રમમાં સંસદ સભ્યો, ભાજપ પાર્ટીના હોદેદારો, ધારાસભ્યો રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ બંને સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
આ સાયક્લોફનમાં પાંચ કી.મી. અને 20 કી.મી. સાઈકલ રાઈડ યોજવામાં આવશે. આ આયોજનમાં આ વખતે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોના એસો.પણ જોડાયેલ છે. જેના કારણે શહેરની 500 થી વધુ શાળાઓ જોડાઈ તેના વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે. અત્યાર સુધીમાં 5000 થી વધુ રજીસ્ટ્રેશન થઈ ગયેલ છે.
પાંચ ફેબ્રુઆરીએ રાજકોટમાં યોજાનારી સાયક્લોફનમાં ભાગ લેવા માંગતાં (18વર્ષથી ઊપરના) સાયકલીસ્ટોૂૂૂ.ભુભહજ્ઞરીક્ષ.જ્ઞલિઉપર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત વધુ વિગતો માટે તેઓ74055 13468ઉપર ટેલિફોનિક સંપર્ક કરી શકશે.
આ સાયક્લોફનને સફળ બનાવવા રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉનના દિવ્યેશ અઘેરા તથા સેલ્ફ ફાઈનાન્સના બી.વી.મહેતા તથા તેની ટીમ દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે.
રાજકોટમાં 5 ફેબ્રુઆરીના રવિવારે સાયક્લોફનનું આયોજન
