વડાપ્રધાન મોદીએ તેલંગાણામાં 56 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેલંગાણાના અદિલાબાદમાં 56 હજાર કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પછી તેમણે અહીં એક રેલીને સંબોધી હતી. 25 મિનિટના ભાષણમાં તેમણે પરિવારવાદ, કોંગ્રેસ, ઇછજ અને તેલંગાણાના વિકાસ વિશે વાત કરી.
ઙખએ કહ્યું- જ્યારે પણ હું પરિવારવાદની રાજનીતિની વાત કરું છું તો વિપક્ષના લોકો કહે છે કે મોદીનો કોઈ પરિવાર નથી. હું તેમને કહેવા માંગુ છું કે મારો દેશ, 140 કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે.
- Advertisement -
મેં મારા દેશવાસીઓ માટે બાળપણમાં ઘર છોડ્યું, હું તેમના માટે મારું જીવન સમર્પિત કરીશ. 2 માર્ચે પટનામાં મહાગઠબંધનની રેલીમાં લાલુ પ્રસાદ યાદવે કહ્યું- મોદી કોઈ વસ્તુ છે કે નહીં. આ દિવસોમાં તેઓ પરિવારવાદ પર હુમલો કરી રહ્યા છે. એવું કહે છે કે લોકો પરિવાર માટે લડી રહ્યા છે. તમારી પાસે પરિવાર નથી. જ્યારે તમારી માતાનું અવસાન થયું, ત્યારે દરેક હિંદુએ તેમની માતાના શોકમાં વાળ-દાઢી કઢાવી. મને કહો કે તમે કેમ ન કઢાવી. આ પછી આજે તેલંગાણાના આદિલાબાદમાં રેલીમાં વડાપ્રધાને લાલુ યાદવનું નામ લીધા વગર જવાબ આપ્યો. આ પછી તરત જ ભાજપના મોટા નેતાઓએ સોશિયલ મીડિયા ડ પર પોતાના નામની આગળ- ’મોદી કા પરિવાર’ લખ્યું.