ગીતકાર તેજસ દવે પદ્યના માણસ છે, હું ગદ્યનો. એક કવિના પ્રશ્ર્નનો ઉત્તર જ્યારે એક વાર્તાકાર આપે તો એ વાર્તા દ્વારા જ આપે. એક સ્ત્રીએ એક સર્પને માર્યો હતો. મરતા પહેલા સર્પે શાપ આપતા કહ્યું હતું કે હવે પછીના જન્મમાં તારી સુહાગરાતે તારા પતિનું સર્પદંશથી મૃત્યુ થશે. બીજા જન્મમાં તે સ્ત્રી રાજકુમારી બની. એક રાજકુમાર સાથે તેના લગ્ન થયા. સુહાગરાત આવી પહોંચી. એક ઝેરી સર્પ ઝરૂખા વાટે તેના શનયખંડમાં પ્રવેશી ગયો અને મોકાની શોધમાં છુપાઈ ગયો.
મોર્નિંગ મંત્ર
-ડૉ.શરદ ઠાકર
તે જ સમયે નવોઢા રાજકુંવરીના કાને કોઈ ગરીબ સ્ત્રીનો પોકાર પડ્યો. રાજમહેલની સામે જ એક ભીખારણ સ્ત્રીએ નવજાત શિશુને જન્મ આપ્યો હતો. ભૂખ અને અશક્તિને કારણે તે રડતી હતી. રાજકુંવરીને દયા આવી ગઈ. શયનખંડમાં પોતાની સાથે લાવેલી મા-માટલી પડી હતી. રાજકુંવરીએ સાડી સાથે માટલીને બાંધીને ઝરૂખામાંથી નીચે સરકાવી દિધી. ભીખારણ પ્રસૂતાએ બધી મીઠાઈઓ પોતાના પાલવમાં ઠાલવી દીધી. રાજકુંવરીએ માટલીને પાછી ખેંચી લીઘી અને ઉતાવળમાં સાડીનો બીજો છેડો અટ્ટાલિકાના સ્તંભ સાથે બાંધીને શૈયા તરફ પાછી ફરી ગઈ.
- Advertisement -
સાપ રાજકુમારને દંશ મારવા માટે બહાર આવ્યો એ સાથે જ પેલી ગાંઠ છૂટી ગઈ અને માટલી સર્પના માથા પર જઈ પડી. સર્પ તત્ક્ષણ મૃત્યુ પામ્યો. કોઈ પણ જીવાત્માને કર્મનો સિદ્ધાંત લાગુ પડે છે. પૂર્વ જન્મમાં થયેલી સર્પ હત્યાની સજા આ જન્મમાં રાજકુમારીએ વિધવા બનીને ભોગવવાની હતી પરંતુ તેના એક ઉત્તમ પુણ્ય કાર્ય દ્વારા એ કર્મના ફળમાંથી બચી ગઈ.
આપણે કરેલા તમામ કર્મો આપણી સુષુમ્ણા નાડીમાં સંગ્રહિત થાય છે અને દેહના નાશ પછી પણ આત્માની સાથે જ બીજા જન્મમાં ‘શિફ્ટ’ થાય છે. આમાં કોઈ મીનમેખ કરી શકતું નથી. સિવાય કે પરમતત્ત્વ અને શક્તિની સાધના ઉત્કટ ભાવે કરવાથી સુષુમ્ણા નાડીમાં જમા થયેલા તમામ પાપ કર્મો નાશ પામે છે.
કર્મો મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે : પૂર્વ જન્મમાં કરેલા સંચિત કર્મો, વર્તમાન સમયમાં થઈ રહેલા કર્મો અને ભવિષ્યમાં થનારા કર્મો. આમાંથી પૂર્વ જન્મના અને ભવિષ્યમાં થનારા કર્મો ઉપર આપણો કાબુ નથી. આપણો કાબુ ફક્ત વર્તમાનમાં થઈ રહેલા કર્મો ઉપર જ છે. અહીં મંત્ર-જાપ, સાધના અને સિદ્ધયોગ મહત્ત્વના બની રહે છે.
- Advertisement -
નાથાભાઇ જોશી વાળા પ્રસંગમાં છેલ્લી પંક્તિઓમાં ‘ચિત્રગુપ્તનો ચોપડો’ એવા શબ્દોનો પ્રયોગ થયેલો છે. નાથાભાઇ કહેતા હતા કે આ ચિત્રગુપ્તનો ચોપડો બીજું કંઈ જ નથી પરંતુ આપણા ચિત્તની સપાટી પર અંકાઈ ગયેલા આપણા કર્મોની છાપ જ છે. દરેક માણસ માટેનો ચિત્રગુપ્તનો ચોપડો તેની અંદર જ રહેલો છે. દરેક માણસ પોતે કરેલા સારા કે ખરાબ કર્મોની જાણકારી તેની પોતાની સુષુમ્ણા નાડીમાં લખી રાખે છે. નાથાભાઇ જોશી વળી ઘટનામાં પેલી બાળા કમનસીબ હતી કેમકે તેને કોઈ સદ્ગુરુ મળે અને સુષુમ્ણા નાડીમાં સંચિત થયેલાપાપ કર્મનો લોપ કરવાનું શીખવાડે તે પહેલા જ મૃત્યુ તેને આંબી ગયું. કદાચ આ જ તેની નિયતિ હશે.


