હાથની સારવાર કરાવી શાપર જતાં યુવકનું ટ્રેકટરની ઠોકરે મોત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અકસ્માતનું એપી સેન્ટર બનેલા રાજકોટમાં વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે હાથમાં ઇજાની સારવાર કરાવી પરત જતાં યુવકને ટ્રેક્ટરે ઠોકર મારતા બે બહેનનોના એકના એકનું મોત થયું છે.
શાપર વેરાવળમાં રહેતા દિવ્યાબેન રાણાભાઇ વેગડા ઉં.20એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.5/10/2024ના સવારના 10 વાગ્યે હું તથા મારા માતા નંદુબેન તથા બહેન અવનીબેન તથા ભાઈ મિહિર અમે ચારેય મારા ભાઈ મિહિરના મિત્ર અજયસિંહની ઓટો રીક્ષામાં રાજકોટ કોઠારીયા રોડ પર હોસ્પિટલ ખાતે ભાઈ મિહિરને જમણા હાથમાં ઈજા થયેલ હોય જેથી બતાવવા ગયા હતા અને સારવાર કરાવી શાપર પરત જતા હતા ત્યારે કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે પુલ ઉપર પહોંચતા સામેથી અજાણ્યા ટ્રેક્ટરનો ચાલક પૂર ઝડપે આવી અમારી રીક્ષાની જમણી બાજુ ઠોકર મારતા મારા ભાઈને જમણા હાથમાં તથા માથાના ભાગે ગંભીર ઈજા થતા અમે તેને સારવાર માટે ખગનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં ચાલુ સારવાર દરમ્યાન ડોક્ટરે મારા ભાઈ મિહિરને ગંભીર ઇજા થવાથી તેનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને અજાણ્યા ટ્રેક્ટરના ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મિહિરના માતા નંદુબેન તથા પિતા રાણાભાઇ પોરબંદર રહે છે. મિહિર શાપરમાં તેમના બહેન સાથે રહેતો હતો તે બે બહેનોનો એકનો એક ભાઈ હતો આધારસ્તંભ યુવાન પુત્રના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.