નાસા-નોઆનો ટેસ્ટિંગ રિપોર્ટ: ગાંડાતૂર વિકાસ સામે પ્રકૃતિની સાયરન
છીદ્ર આખા ઉત્તર અમેરિકા જેટલું મોટું છે: ક્લોરિન, સીએફએસ, બ્રોમાઇન વગેરે ગેસની વિપરીત અસર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પૃથ્વીના સૌથી ઠંડાગાર સ્થળ એન્ટાર્કટિકાના ગગન મંડળમાંની ઓઝોનનીવિશાળ કુદરતી ચાદરમાંના છીદ્રનું કદ (જેને ઓઝોન હોલ કહેવાય છે) 2023ની 21, સપ્ટેમ્બરે ઘણું મોટું થઇ ગયું છે. 21, સપ્ટેમ્બરે ઓઝોન હોલનું ઘટેલું કદ બે કરોડ 60 લાખચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તાર જેટલું નોંધાયું છે.
એક જદિવસમાં (21, સપ્ટેમ્બર) ઓઝોન હોલનું ઘટેલું કદ 1979 બાદ બારમું સૌથી મોટું કદ છે. ઓઝોન કુદરતી વાયુ છે.સૂર્યમાંથીસતત ફેંકાતાં અલ્ટ્રાવાયોલેટ રેઝ (પારજાંબલી કિરણો)ની ભારે વિનાશક અસરમાંથી બચાવવા માટે કુદરતે પૃથ્વીના વિરાટ ગોળાની રક્ષા કરવા ઓઝોન વાયુની વિશાળ ચાદર ગોઠવી દીધી છે.
નાસાની ઓઝોન રિસર્ચ ટીમના વડા અનેનાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના મુખ્ય વિજ્ઞાાની પૌલ ન્યુમેન અને તેમના સાથી વિજ્ઞાાનીઓએ એવી માહિતી આપી છે કે 21, સપ્ટેમ્બરે એન્ટાર્કટિકા ઉપરની ઓઝોન ચાદરમાં મોટું છીદ્ર સર્જાયું છે, જે બે કરોડ 60 લાખ ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયું છે.ઓઝોન હોલના છીદ્રનું કદ લગભગ આખા ઉત્તર અમેરિકાના વિસ્તાર જેટલું મોટું છે. પૃથ્વીના વાતાવરણમાં ક્લોરીન, બ્રોમાઇન, ક્લોરોફ્લોરો કાર્બન (સી.એફ.સી) નામના વાયુઓનું પ્રમાણ વધે.