15મી ઓગસ્ટના દિવસે પીએમ મોદીનું સૌથી લાંબુ ભાષણ વર્ષ 2016માં લાલ કિલ્લા પરથી આપવામાં આવેલ ભાષણ હતું. તે સમયે તેમણે 94 મિનિટ સુધી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા
ભારતની આઝાદીના આ વર્ષે 15મી ઓગસ્ટના રોજ 75 વર્ષ પૂર્ણ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત 9મા વર્ષે નવી દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચી પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદી સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી સતત ધ્વજ ફરકાવતા રહ્યા છે. 15મી ઓગસ્ટના દિવસે પીએમ મોદીનું સૌથી લાંબુ ભાષણ વર્ષ 2016માં લાલ કિલ્લા પરથી આપવામાં આવેલ ભાષણ હતું. તે સમયે તેમણે 94 મિનિટ સુધી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. જોકે આજે આપણે જાણીશું લાલ કિલ્લા પરથી સૌથી લાંબા ભાષણનો રેકોર્ડ શું છે ?
- Advertisement -
PM મોદીએ લાલ કિલ્લા પરથી નવમી વખત રાષ્ટ્રને સંબોધન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે લાલ કિલ્લા પરથી નવમી વખત રાષ્ટ્રને સંબોધન કર્યું. 76માં સ્વતંત્રતા દિવસે વડાપ્રધાને લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવ્યો અને 83 મિનિટ સુધી રાષ્ટ્રને સંબોધન કર્યું. આ પહેલા 2021ના સ્વતંત્રતા દિવસે વડાપ્રધાને 88 મિનિટ સુધી વાત કરી હતી. 2014માં પહેલીવાર વડાપ્રધાને 65 મિનિટ સુધી દેશને સંબોધન કર્યું હતું.
Delhi | PM Narendra Modi hoists the National Flag at Red Fort on the 76th Independence Day pic.twitter.com/3tzFBvWuOe
- Advertisement -
— ANI (@ANI) August 15, 2022
પૂર્વ વડાપ્રધાન નેહરુનો રેકોર્ડ 2015માં જ તૂટી ગયો હતો
2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 86 મિનિટનું ભાષણ આપીને પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો રેકોર્ડ તોડ્યો હતો. નેહરુએ 1947માં લાલ કિલ્લા પરથી 72 મિનિટનું ભાષણ આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યાર સુધીમાં નવ વખત લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું છે. માત્ર એક જ વાર તેમણે એક કલાક કરતા ઓછા સમય માટે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. 2017ના સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાનનું ભાષણ માત્ર 56 મિનિટનું હતું. આ તેમનું સૌથી ટૂંકું ભાષણ છે.
કયા સ્વતંત્રતા દિવસ પર PM મોદી કેટલી મિનિટ બોલ્યા ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં 65 મિનિટ, 2015માં 86 મિનિટ, 2016માં 96 મિનિટ, 2017માં 56 મિનિટ, 2018માં 82 મિનિટ, 2019માં 93 મિનિટ, 2019માં 93 મિનિટ, 2020માં 86 મિનિટ, 2021માં 88 મિનિટ અને 2022માં 83 મિનિટ ભાષણ આપ્યું હતું.