ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મેટોડામાં મંજૂરી વગર ફટાકડાનો સ્ટોલ ચાલુ કરી ફટાકડા વેચતા વેપારી સામે ગુનો નોંધાયો છે. મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન રાજકોટ રૂરલ એસઓજીએ કાર્યવાહી કરી અન્ય સ્ટોલ પર પણ ચેકિંગ હાથ ધર્યું હતું. એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ટીમે મેટોડા જીઆઇડીસી ગેટ નં. 3માં રહેતા વેપારી યાજ્ઞિક શૈલેષભાઈ જરવરીયાએ પોતાના ફટાકડાના સ્ટોલમાં અલગ અલગ પ્રકારના જમીનમાં તેમજ આકાશમાં ધડાકાથી ફુટી શકે તેવા ફટાકડા રાખી વેચાણ કરતો હોય જે ફટાકડાની કિંમત 1,28,478 થાય છે તેની પાસે ફટાકડા વેચવા માટેનું કોઇપણ પ્રકારના લાયસન્સ કે, આધાર વગર અને કોઇપણ પ્રકારના ફાયર સેફટીના સાધનો વગર પોતાની તથા અન્ય માણસોની જીંદગી જોખમમાં મુકાય તેવી બેદરકારી દાખવી સ્ટોલમાં ફટાકડા રાખ્યા હોવાનું જાણવા મળતા તેના વિરુધ્ધ ભારતીય ન્યાય સહિતા 2023 ની ક.125,288 તથા સ્ફોટક અધિનીયમ 1884 ની કલમ 9બી(1-એ,બી), મુજબ ગુનો નોંધ્યો હતો.