વાહન ચાલકો ચેતી જજો, નંબર પ્લેટ સાથે ચેડાં કરવા પડશે મોંઘા
રાજ્યનું પોલીસ વિભાગ એક્શન મોડમાં
- Advertisement -
રાજ્યનું પોલીસ વિભાગ એક્શન મોર્ડમાં આવી ગયું છે. થોડા સમય પહેલાં પોલીસ વિભાગે સ્પેશિયલ પોલીસ ડ્રાઈવ પણ શરૂ કરી છે. ત્યારે વાહનચાલકો માટે વધુ એક અગત્યના સમાચાર સામે આવ્યા છે. દંડથી બચવા માટે વાહનચાલકો નીતનવાં નુસખાંઓનો ઉપયોગ કરતાં હોય છે. જેમાં વાહનની નંબર પ્લેટ સાથે પણ છેડછાડ પણ કરતાં હોય છે. તેથી આવાં વાહનચાલકો વિરુધ્ધ હવે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં વાહનચાલકો સામે આ બાબતે આકરી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. દંડથી બચવા માટે તરકીબો કરનારાઓ સામે તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને આકરાં પાણીએ આવવાની પરવાનગી આપી છે. જેમાં દંડની જોગવાઈથી માંડીને વાહન જપ્તી સુધીની કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે.
ઈ-મેમાથી બચવા માટે નંબર પ્લેટ સાથે ચેડાં કરનારને જેલની સજા પણ થઈ શકે છે. ટ્રાફિક પોલીસ જ્યારે વાહનચાલક નિયમ તોડે ત્યારે ઓનલાઈન દંડ ફટકારવાનો હોય છે પરંતુ સી.સી.ટી.વી. કેમેરામાં વાહનની નંબર પ્લેટ યોગ્ય ન દેખાતાં સરળતાથી બચી જાય છે ત્યારે હવે આવા વાહનચાલકોની ખેર નથી.
- Advertisement -
નોંધનીય છે કે, રાજ્યભરમાં તા.6 થી 15 માર્ચ સુધી ગુજરાત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવો જરૂરી છે. અમદાવાદમાં તો 6 દિવસમાં 19 લાખ દંડ વસુલ્યો છે. ત્યારે હવે નંબર પ્લેટ વિનના વાહન ચાલકોએ ચેતવું જરૂરી રહ્યું.