માઈક્રોબ્લોગીંગ પ્લેટફોર્મ હવે ખરેખર ‘માઈક્રો-મની’ વસુલવા જઈ રહ્યું છે. પહેલા કોઈપણ ટવીટર હેન્ડલને સતાવાર રીતે નિશ્ચીત કરવા જે તે યુઝર્સ એ બ્લુ ટીક ખરીદવી પડે તે નિશ્ચીત કર્યા બાદ હવે ટવીટરે આ પ્લેટફોર્મ પરના આર્ટિકલ વાંચવા માટે પણ પૈસા દેવા પડે તેવું સબક્રીપ્શન લાવવા માટે તૈયારી કરી છે અને તેમાં માસિક સબક્રીપ્શનમાં નિશ્ચીત સંખ્યાના આર્ટિકલ વાંચી શકાશે એટલે કે કલીક મુજબ નાણા વસુલાશે. જેને આર્ટિકલ આપનાર ન્યુઝ મીડીયા કંપની કે પછી વ્યક્તિને પણ આ રીતે વસુલાતા નાણામાં ‘ભાગ’ આપશે અને તે રીતે ફકત મીડીયા જ નહી બ્લોગ-ક્ધટેન્ટ લખનારાને પણ ટવીટર પર કમાણીનો મોકો મળશે. એલન મસ્ક માને છે કે જે રીતે મીડીયા હાઉસમાંથી છટણી થઈ રહી છે તેમાં હવે તમામ ન્યુઝ-વ્યુઝમાં પેઈડ કલ્ચર લાવવું જરૂરી છે.