કરોડો યુઝર્સ જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે ફિચર્સ આવી ગયું
વોટસએપ યુઝર્સ માટે મોટી ખુશખબરી મળી રહી છે. કંપની અંતે એવું ફિચર લાવ્યું છે જેની કરોડો યુઝર્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. નવા ફીચરનું નામ ’ૂવજ્ઞ ભફક્ષ તયય ૂવયક્ષ શ ફળ જ્ઞક્ષહશક્ષય’ છે. વોટસએપના આ નવા ફીચરથી યુઝર્સ પોતાના ઑનલાઈન સ્ટેટસને એપ યુઝ કરતી વખતે હાઈડ કરીને રાખી શકશે.
- Advertisement -
આ પ્રકારનું ઓપ્શન યુઝર્સને વોટસએપ સેટિંગ્સના પ્રાયવસી સેક્શનમાં અપાયેલા ’હફતિં તયયક્ષ ફક્ષમ જ્ઞક્ષહશક્ષય’ ઓપ્શનમાં મળશે. વોટસએપના લેટેસ્ટ અપડેટને ટ્રેક કરનારી વેબસાઈટ વેબિટાઈન્ફોએ આ નવા ફીચરના સ્ક્રીનશોટ પણ શેયર કર્યા છે. સ્ક્રીનશોટમાં જોવા મળી રહ્યું છે કે યુઝર લાસ્ટ સીન એન્ડ ઑનલાઈન ઑપ્શનમાં જઈને પોતાના ઑનલાઈન સેટિંગ્સને બદલી શકે છે. લાસ્ટશિનમાં યુઝર્સે પોતાનું લાસ્ટ સીન છુપાવવા માટે ચાર ઓપ્શન ‘એવરીવન’, ‘માય કોન્ટેક્ટસ’, ‘માય કોન્ટેક્સ એક્સેપ્ટ’ અને ‘નોબોડી’ના વિકલ્પ મળશે.