SP, Dyspને રૂબરૂ મળવા છતાં તેમનાં પર થયેલા હૂમલાની તપાસ થતી નથી
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢનાં સિનીયર સીટીઝન દિનેશભાઇ કોઠારીનાં ન્યાય માટે દરદરની ઠોકરો ખાઇ રહ્યાં છે. દિનેશભાઇ કોઠારીએ આક્ષેપ કર્યો હતો કે, જૂનાગઢ સ્થાનકવાસી જૈન સંઘની બેઠકમાં હૂમલો થયો હતો.મને ધક્કો માર્યો હતો અને શર્ટનો કાઠલો પડક્યો હતો.અપમાન કર્યું હતું. આ અંગે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી. પરંતુ પોલીસે નિવેદન લઇ સામે વાળા સામે કોઇ કાર્યવાહી કરી નથી. પ્રમુખએ શર્ટનો કાઠલો પડક્યો હતો. ત્યારે સીસીટીવી કેમેરા પણ ચાલું હતું. તા. 20/9/2021નાં સાંજે પાંચ વાગ્યે બનાવ બન્યો હતો.ત્યારે ઉપપ્રમુખ,સહમંત્રી સહિતનાં હાજર હતાં. આગાઉથી ષડયંત્ર રચી કરવામાં આવ્યું હતું. એ ડીવીઝનનાં પોલીસે સીસીટીવી કેમેરા જોયા ત્યારે મને હાજર રાખવો જોઇ તો હતો પરંતુ મને હાજર રાખ્યો ન હતો.પોલીસે સેટીંગ કર્યું હોય તેમ મને લાગે છે.
આ અંગે લેખીતમાં પીએસઆઇને ફરિયાદ કરી હતી છતા કોઇ જવાબ મળ્યો નથી. તેમજ આ બનાવના લાંબા સમય પછી પણ કોઇ કાર્યવાહી થઇ નથી. આ મુદે એસપી અને ડીવાયએસપીને પણ રૂબરૂ મળ્યો છું, પરંતુ મને ન્યાય મળતો નથી. પોલીસ સ્ટેશનનાં ચકકર કાપીને હવે હું થાકી ગયો છું. પોલીસ મને ન્યાય ન આપી શકતી હોય તો મને બંદુક અને તેને ચલાવવાનું લાયસન્સ આપે. મારી સાથે બનેલી ઘટનામાં પોલીસે કાર્યવાહી કરે તેવી માંગ છે. છેલ્લા દોઢ વર્ષથી કોઇ તપાસ કરવામાં આવી નથી.