ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં રહેતી વિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવી પોતાની જ્ઞાતિ છુપાવી વારંવાર દુષ્કર્મ કરવા અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં આરોપી તરીકે ભિસ્તીવાડના કુખ્યાત હિસ્ટ્રીશીટર યાસીન ઉર્ફે ભૂરો ઓસ્માનભાઈ કીયડાનું નામ આપ્યું હતું તેણીએ આંઠ વર્ષથી આરોપી વારંવાર મારકૂટ કરી લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી ધમકી આપતો હોવાનું જણાવ્યું હતું યાસીન ગુજસીટોકના ગુનામાં જેલમાં ગયા બાદ ત્રણ વર્ષ પછી જામીન મુક્ત થયો હતો અને ઘરે આવી ફરી ત્રાસ આપતો હોવાનું જણાવતા પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ આર ગોંડલીયા અને ટીમે બાતમી આધારે યાસીન ઉર્ફે ભૂરાને દબોચી લઈ મહિલા પોલીસને સોંપ્યો હતો.



