દેશ ખુબ મોટા આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યો છે
એક સમયે નોર્થ કોરિયાને 159 દેશો સાથે ઔપચારિક સંબંધો હતા
- Advertisement -
વિદેશમાં એમ્બેસી મેન્ટેનન્સનું સંકટ
ખાસ-ખબર સંવાદદાતા
નોર્થ કોરિયાએ આવનાર સમયમાં ઘણા દેશોમાં તેની એમ્બસી બંધ કરવાનો નિર્ણય લીધો છે. સ્પેન, હોંગકોંગ અને આફ્રિકામાં નોર્થ કોરિયા તેની એમ્બસી બંધ કરવા જઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ નોર્થ કોરિયા ખુબ જ ટૂંકા સમયમાં વિશ્ર્વના એક ડઝનથી વધુ દેશોમાં તેની એમ્બસી બંધ કરવા જઈ રહ્યું છે.
આ બાબતે સાઉથ કોરિયાએ ટીપ્પણી કરી છે કે અન્ય દેશમાં પોતાની એમ્બસી બંધ કરવાનો અર્થ એ છે કે તે દેશ ખુબ મોટા આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના કારણે નોર્થ કોરિયા પર એટલો દબાવ છે કે વિદેશમાં પોતાની અસ્તિત્વ જાળવવા માટે ખુબ તકલીફો વેઠવી પડે છે.
આ બાબતે નોર્થ કોરિયાના મીડિયામાં પણ ખુબ ચર્ચો થઇ રહી છે. તેમાં જણાવવામાં આવી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના કારણે નોર્થ કોરિયાની અર્થવ્યવસ્થા આવનાર સમયમાં પડી ભાંગી શકે છે. એવામાં દેશ સામે આ પગલું લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. નોર્થ કોરિયાના પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમોના વિસ્તારને રોકવાના હેતુથી તેના પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. જેના કારણે હાલ સંકટની સ્થિતિ છે.
મીડિયા રીપોર્ટ અનુસાર આર્થિક સંકટના કારણે નોર્થ કોરિયાને વિદેશમાં તેની એમ્બસીના મેન્ટેનન્સમાં ભારે સંકટોનો સામનો કરવો પડતો હતો. એટલા માટે એમ્બસી બંધ કરવી પડી. માહિતી મુજબ એક સમયે નોર્થ કોરિયાને 159 દેશો સાથે ઔપચારિક સંબંધો હતા. પરંતુ હવે આ સંબંધો ધીરે ધીરે તૂટતા જાય છે. કિમ જોંગનો પરમાણુ અને મિસાઈલ પ્લાન દેશને મુશ્ર્કેલીમાં મૂકી રહ્યો છે.