નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગિસ મોહમ્મદીએ ઇરાનની જેલમાં જ ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે. જો કે નરગિસ મોહમ્મદીની તબીયત ખરાબ છે અને ઇરાનની જેલ પ્રશાસને નરગીસને વગર હિજાબના હોસ્પિટલ જવા માટે મનાઇ ફરમાવી છે. જેના વિરોધમાં નરગિસે જેલમાં જ ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનાય છે કે, ઇરાનમાં મહિલાના અધિકારોની લડાઇ માટે નરગિસ મોહમ્મદીને આ વર્ષ શાંતિનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો.
આ કારણે મોહમ્મદીએ ભૂખ-હડતાળ શરૂ કરી
એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, નરહગિસે જેલમાં ભૂખ હડતાળ શરૂ કરી છે. તેઓ બે બાબતોનો સંપૂર્ણ રીતે વિરોધ કરી રહી છે. જેમાં પહેલી બાબત ઇરાન સરકાર દ્વારા બીમાર કેદીને સારવારની સુવિધા નહીં આપવાનો અને બીજી કે ઇરાની મહિલાઓએ ફરજીયાત પણે હિજાબ પહેરવાનું વિરૂદ્ધ હોવું. નરગિસ મોહમ્મદીના પરિવારે જણાવ્યું કે, તેમની ત્રણ નસોમાં બ્લોકેજ છે અને ફેફસામાં ઇન્ફેક્શન છે પરંતુ જેલ અધિકારીઓ તેમને સારવાર માટે હોસ્પિટલ જવા માટે મનાઇ કરી રહ્યા છે કારણકે તેમને હિજાબ પહેર્યો નથી. પરિવારે જણાવ્યું કે, નરગિસ મોહમ્મદી ફ્કત પાણી, ખાંડ અને મીઠું લઇ રહી છે અને પોતાની દવાઓ પણ લેવાની બંધ કરી દીધી છે.
- Advertisement -
નરગિસ મોહમ્મદી જેલમાં બંધ છે
નોબેલ સમિતીએ પણ ઇરાનની સરકારને વિનંતી કરી કે, તેઓ મોહમ્મદીને જરૂરી મેડિકલ સુવિધાઓ પૂરી પાડે. મહિલા કેદીઓને હોસ્પિટલમાં દાખલ કરવા માટે હિજાબ ફરજીયાત છે તેઓ નિર્ણય ફક્ત અમાનવીય છે, પરંતુ નૈતિક રીતે પણ સ્વીકાર્ય નથી.
ઉલ્લેખનીય છે કે ઇરાનમાં મહિલાઓને સાર્વજનિક સ્થળો પર હિજાબ પહેરવો ફરજીયાત છે. મહિલા અધિકારો માટેની લડાઇમાં નરગિસ મોહમ્મદને નોબેલ શાંતિ પુરસ્કાર 2023થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. મોહમ્મદી વિભિન્ન આરોપોમાં 12 વર્ષની જેલની સજા કાપી રહી છે. મોહમ્મદી પર ઇરાન સરકારની સામે ખોટો પ્રચાર કરવા માટેનો આરોપ લાગ્યો છે.